શા માટે બપ્પી દા હંમેશા સોનાથી લદાયેલા હતા?
બપ્પી લાહિરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા. બપ્પી દાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ખૂબ જ પ્રભાવિત હતા. પ્રેસલી તેના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો. બપ્પી દાએ કહ્યું હતું કે તેઓ પ્રેસલીને જોતા હતા અને વિચારતા હતા કે જીવનમાં સફળતા મેળવ્યા બાદ તેઓ પણ પોતાની ઓળખ બનાવી લેશે. પ્રેસલીથી પ્રેરિત થઈને તેણે સોનું પહેર્યું અને તેના માટે લકી હતુ.
22 કરોડની નેટવર્થ
એક રિપોર્ટ અનુસાર બપ્પી દાએ 22 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડી છે. તે દરેક ફિલ્મ માટે આઠથી દસ લાખ રૂપિયા લેતા હતા. તે એક કલાકના લાઈવ પરફોર્મન્સ માટે 20-25 લાખ રૂપિયા લેતા હતા. બપ્પી દા દેશના સૌથી વધુ કરદાતાઓમાંના એક હતા. રિપોર્ટ અનુસાર તેમની વાર્ષિક આવક 2.2 કરોડ રૂપિયા હતી. તેમનું અંગત રોકાણ રૂ. 11.3 કરોડ હતું.
બપ્પી દા પાસે કેટલું સોનું હતું?
બપ્પી દાએ 2014ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર શ્રીરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. 2014માં આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ બપ્પી દા પાસે 754 ગ્રામ સોનું અને 4.62 કિલો ચાંદી હતી. આ વાતને આજે આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અંદાજ લગાવી શકાય છે કે તેઓએ આ સોનું વધાર્યું હશે. તે સોગંદનામા મુજબ, બપ્પી દાની પત્ની ચિત્રાની પાસે 967 ગ્રામ સોનું અને 8.9 કિલોગ્રામ ચાંદી છે. આ સિવાય તેની પાસે 4 લાખ રૂપિયાથી વધુના હીરા પણ હતા.