Happy birthday Johnny Lever : 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, કોમેડીના બાદશાહના જીવનના અજાણી વાતોં

બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:39 IST)
ભારતીય સિનેમાના સૌથી પ્રખ્યાત કોમેડિયન જોની લીવર આજે 67 વર્ષના થયા છે. તેમને ભારતમાં સ્ટેન્ડ-અપ કોમેડીના પ્રણેતા માનવામાં આવે છે. તેમનું સાચું નામ જોન રાવ પ્રકાશ રાવ જાનુમાલા છે. તેમના જીવન સાથે જોડાયેલા ઘણા અજાણ્યા પાસાઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
 
જોની લીવરનું નામ કેવી રીતે પડ્યું?
 
જોની લીવરનું અસલી નામ તો કંઈક બીજું હતું, પરંતુ તેને આ નામ કેવી રીતે મળ્યું તેની કહાની ખૂબ જ રસપ્રદ છે. એકવાર, તેણે હિન્દુસ્તાન લિવર લિમિટેડ કંપનીમાં એક કાર્ય દરમિયાન કેટલાક વરિષ્ઠ અધિકારીઓની નકલ કરી. આ પછી તેનું નામ જોની લીવર થઈ ગયું.
 
કોઈપણ ફિલ્મ જોની લીવર વગર અધૂરી લાગે છે. કિંગ સર્કલની ઝોપડપટ્ટીથી શરુઆત કરનાર જોની આજે પણ કોમેડિયન મનમૌજીના ઘરે ડિનર લેવાનું પસંદ કરે છે. સફળતાએ તેમને જરા પણ નથી બદલ્યા.
કોમેડી હવે તેમનો પર્યાય બની ચૂકી છે. કામના બોજા નીચે દબાયેલા જોની કામથી જ સંતુષ્ટિ મેળવે છે. જોની પોતાના પુત્રને પણ પોતાની જેમજ બનાવવા માંગે છે અને તેને કાયદેસર આ હુનર પણ શિખવાડી રહ્યા છે.
 
350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
 
જોની લીવરે અત્યાર સુધીમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. તેની ફની એક્ટિંગે બધાને હસાવ્યા છે. જોની લીવરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, તેથી જ તેણે 7મા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. આ પછી તેણે બોમ્બેના રસ્તાઓ પર પેન વેચવાનું શરૂ કર્યું અને બોલિવૂડ સ્ટાર્સની નકલ કરી.
 
મૂળ નામ - જોન રાવ
જન્મ સ્થાન - ઉસલ પલ્લૈ ( આંધ્રપ્રદેશ)
જન્મતિથિ - 14 ઓગસ્ટ
કદ - 160 સેટીમીટર
શિક્ષા - સાતવી
ભાષા જ્ઞાન - હિન્દી, પંજાબી, તેલુગુ, બાંગ્લા, સિંધી, નેપાલી.
પરિવાર - એક પુત્ર, એક પુત્રી, (પત્ની દિવંગત)
પસંદગીના અભિનેતા - દિલાપ કુમાર,અમિતાભ
પસંદગીનો હાસ્ય કલાકાર - કિશોર કુમાર
પસંદગીનું ગીત - 'તુમ બેસહારા હો તો કિસીકા સહારો બનો.
જીવન દર્શન - પ્રેમ વહેંચતા ચાલો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર