મળતી માહિતી મુજબ જે પાર્ટીમાં સુભાષ ઘઈએ કેટ શર્મા સાથે આ હરકત કરી એ સમયે પાર્ટીમાં 5-6 લોકો હાજર હતા. સુભાષએ કેટને બર્થડે પાર્ટી આપવાને બહાને બોલાવી હતી. કેક કાપ્યા પછી સુભાષે કેટને બૉડી મસાજ આપવા માટે કહ્યુ, જ્યારે કેટ બોડી મસાજ આપવા હાથ ઘોવા ગઈ ત્યારે સુભાષે તેને રૂમમાં વાત કરવા બોલાવી અને બળજબરીપૂર્વક કિસ કરવાની કોશિશ કરવા લાગ્યા.
કેટ શર્માએ આરોપ લગાવ્યો છે કે સુભાષ ઘાઈએ ઓગસ્ટ મહિનામાં તેને પોતાની પાસે બોલાવી અને મસાજ કરવા માટે કહ્યું, આ દરમિયાન ત્યાં પાંચ છ લોકો હાજર હતા. મે તેમને મસાજ કરી આપ્યું અને હાથ ધોવા માટે ગઈ, પરંતુ ત્યારે સુભાષ ઘાઈ મારી પાછળ આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી, આ દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે પોલીસે કેટ શર્માની ફરીયાદ દાખલ કરી છે.