પીડિતાએ કર્યો ખુલાસો - ઉલ્લેખનીય છે કે આ મહિલાના સનસનીખેજ ખુલાસા પછી જીતેન્દ્રની મુશ્કેલીઓથી ઘેરાય ગયા છે. ખુદને પીડિત બતાવતા તેમની કઝિને ખુલાસો કર્યો છે કે તે જ્યારે 18 વર્ષની હતી અને જીતેન્દ્ર 28 વર્ષના હતા ત્યારે જીતેન્દ્દ્રએ મારી સાથે આ હરકત કરી હતી. પીડિતાએ એક્ટર વિરુદ્ધ ટૂંક સમયમાં જ FIR નોંધાવી અને ધરપકડની માંગ કરી છે.
પીડિતાએ સંભળાવી આપબીતી - પોતાની આપબીતી બતાવતા પીડિતાએ કહ્યુ, હુ જ્યારે 18 વર્ષનો હતો ત્યારે જીતેન્દ્રએ મારા પિતાને કહ્યુ કે તેઓ મને ફિલ્મ શૂટ પર લઈ જઈ રહ્યા છે. જ્યા એક્ટરે આ ગંદી હરકત કરી. આ ઘટના પછી તે અનેક વર્ષો સુધી સ્તબ્ધ રહી. આ ઘટનાની તેના મગજ પર ઊંડી અસર પડી. પીડિતા મુજબ જીતેન્દ્ર એક જાણીતા એક્ટર છે તેમના શ્રીમંત લોકો અને નેતાઓ સાથે સારા રિલેશન છે.