શું તારક મેહતામાં દયાબેનની ભૂમિકા દિવ્યાંકા ત્રિપાઠીને થયુ ઑફર? એક્ટ્રેસએ સત્ય જણાવ્યુ

રવિવાર, 27 જૂન 2021 (10:44 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીના પ્રખ્યાત શો માંથી એક છે. શોમાં દયાબેનની ભૂમિૢકામાં દિશા વાકાણી હતી. તેણે વર્ષો સુધી દર્શકોનો મનોરંજન કર્યું. દિશાએ મેટરનિટી લીવ પછી આ શોને ફરીથી જ્વાઈન 
નથી કર્યુ. પાછલા દિવસો સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે તારક મેહતામાં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠી કરશે. આ ખબરોમાં કેટલી સત્યતા છે આ પર અભિનેત્રીએ પોતે પ્રતિક્રિયા આપી છે. 
 
એક્ટ્રેસએ શું કહ્યુ 
દિવ્યાંકાએ એવા કોઈ પણ ઑફરથી ના પાડી દીધી અને તેને માત્ર અફવાહ જણાવ્યું. દિવ્યાંકાએ કહ્યુ કે આ એક શાનદાર શો છે અને તેની જોરદાર ફેન ફોલોઈંગ છે પણ મને ખબર નથી કે હું તેને કરવા માટે 
 
ઉત્સુક હોઈશ હું ફ્રેશ કાંસેપ્ટ અને નવા પડકારને જોઈ રહી છું. એક્ટ્રેસએ આગળ કીધુ કે આ પ્રકારની અફવાહ મોટા ભાગે નિરાધાર અને વગર કોઈ તથ્યના હોય છે.
 
કોઈ વાત નથી થઈ 
શોથી સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યુ કે દયાબેનના રોલ માટે દિવ્યાંકાએ અસિત મોદીથી વાત નથી કરી છે. અ પ્રકારની નકામી વાત માત્ર જનતા અને પ્રશંસકોને ભ્રમિત કરે છે. 
 
આ શોમાં આવશે નજર
જણાવીએ કે દિવ્યાંકા જલ્દી જ ખતરોના ખેલાડી સીજન 11માં નજર આવશે. શોની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. આ સીજન પણ રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યા છે. દિવ્યાંકાના સિવાય શોમાં કંટેસ્ટેંટ શ્વેતા તિવારી, વિશા૱અ આદિત્ય સિંહ, અભોનવ શુક્લા, રાહુલ વૈદ્ય, અર્જુન બિજલાની, નિક્કી તંબોલી અને વરૂણ સૂદા સાથે બીજા છે.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર