2 વર્ષથી જુદા રહેતા ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે છુટાછેડા માટે દાખલ કરી અરજી, જલ્દી થશે સુનાવણી

મંગળવાર, 9 એપ્રિલ 2024 (17:40 IST)
Dhanush and Aishwarya Rajinikanth : સાઉથના સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની ઉપ્ત્રી એશ્વર્યા હવે કાયદેસર રીતે છુટા પડવાના છે.  ધનુષ અને એશ્વર્યાએ 19 નવેમ્બર 2004મા લગ્ન કર્યા હતા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી બંને જુદા રહી રહ્યા છે.  વ્યવસાયે ડાયરેક્ટર એશ્વર્યા રજનીકાંત અને ધનુષ અને એશ્વર્યાએ ધારા 13બી (પરસ્પર સહમતિથી ડાયવોર્સ) હેઠળ અરજી દાખલ કરી છે. બંનેયે 2022માં જુદા થવાનો નિર્ણય કર્યો હતો. જ્યારબાદથી તેમને લઈને મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી હતી. ધનુષ અને એશ્વર્યાના જુદા થવાના સમાચાર તેમના ફેંસ માટે કોઈ આઘાતથી ઓછુ નથી.  જો કે રજનીકાંતે ક્યારેય પણ તેમના સંબંધો પર કોઈ કમેંટ કર્યુ નથી. 
 
ઘનુષે અલગ થવાનુ કર્યુ હતુ એલાન 
જુદા થવાના લગભગ બે વર્ષ  પછી બનેયે હવે ડાયવોર્સની અરજી દાખલ કરી છે.  કેસની સુનાવણી બાદ તેઓ ટૂંક સમયમાં કાયદાકીય રીતે અલગ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે ધનુષ અને ઐશ્વર્યા છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. બ્રેકઅપની જાહેરાત પછી, તેઓ તેમના પુત્રો, યાત્રા અને લિંગાની શાળાના કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા. 17 જાન્યુઆરી, 2022 ના રોજ, ધનુષે લગ્નના 18 વર્ષ પછી X પર તેમના અલગ થવાની જાહેરાત કરી. ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'મિત્ર, દંપતી, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો તરીકે 18 વર્ષ વિતાવ્યા બાદ અમે હવે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થઈ ગયા છે.ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને એકબીજાને વ્યક્તિ તરીકે વધુ સારી રીતે સમજવામાં સમય લેશે.
 
ઐશ્વર્યા અને ધનુષ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા
ઐશ્વર્યાએ તેના સોશિયલ મીડિયા પેજ પર આવી જ એક પોસ્ટ શેર કરી છે. બંનેએ તેમના અલગ થવાના સંઘર્ષ દરમિયાન લોકોને તેમની ગોપનીયતા માટે અપીલ કરી હતી. ધનુષ અને ઐશ્વર્યાએ 2004માં 21 અને 23 વર્ષની ઉંમરમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બંને હવે બે પુત્રો યાત્રા અને લિંગાના માતા-પિતા છે. અલગ થયા પછી, ધનુષ અને ઐશ્વર્યાએ પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઐશ્વર્યા 'લાલ સલામ' સાથે દિગ્દર્શનમાં પાછી આવી, જેમાં રજનીકાંત એક વિસ્તૃત કેમિયોમાં હતા. ધનુષે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી. ધનુષ તેની આગામી ફિલ્મો અને નિર્દેશનમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ તેની બીજી દિગ્દર્શિત સાહસ 'રાયણ' છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર