દીપિકા પાદુકોણની પ્રેગનેંસી ગ્લોના દિવાના થયા રણવીર સિંહ, વાઈફને લોકોની ખરાબ નજર બચાવવા માટે કર્યુ આ કામ

શનિવાર, 25 મે 2024 (18:37 IST)
મોમ ટૂ બી દીપિકા પાદુકોણ તાજેતમાં એજ એક બ્યુટી લૉંચ ઈવેંટમાં પહોચી જ્યા યલો રંગની પ્રિસેસ કટ નેકલાઈનવાળા ગાઉનમાં તેણે પોતાની સુંદરતાથી દરેકનુ દિલ જીતી લીધુ. હવે જો વાઈફ આટલી સુંદર દેખાય તો  પછી પતિ તેના વખાણ કર્યા વગર ખુદને કેવી રીતે રોકી શકે. કંઈક આવુ જ રણવીર સાથે થયુ. 
 
 દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની પ્રેગ્નન્સી સ્ટેજ એન્જોય કરી રહી છે. રણવીર અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દરમિયાન, તાજેતરમાં દીપિકા પાદુકોણે એક બ્યુટી લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેણે પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા હતા. દીપિકાના આ લુકને લઈને ફેન્સ તો દિવાના છે અને તેના પતિનું પણ દિલ ઉડી ગયું છે. તેથી જ જુઓ કે કેવી રીતે પોસ્ટ શેર કરીને તેણે તેની પત્નીની સુંદરતાના વખાણ કર્યા છે અને તેને ખરાબ નજરથી બચાવવાની યુક્તિ પણ આપી છે.
દીપિકાના લુક પર ફિદા થયા રણવીર સિંહ  
રણવીર સિંહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર દીપિકા પાદુકોણની ત્રણ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં રણવીરે દીપિકાને તેની 'સનશાઈન' કહી હતી. બીજી તસવીર શેર કરીને રણવીર દીપિકા પાદુકોણની સુંદરતા માટે મરવા તૈયાર થઈ ગયો.  તેણે લખ્યું- 'ઉફ્ફ, શુ કરુ હુ.. મરી જઉ ?' ત્રીજી તસવીર શેર કરતા રણવીરે લખ્યું, 'બુરી નજરવાલે તેરા મુહ કાલા' દીપિકા પીળા આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુકમાં તેના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. તેના આ લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર