ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનુ નિધન, દાદીને ગુમાવતા શોકમા ડૂબી અનન્યા પાંડે

શનિવાર, 10 જુલાઈ 2021 (21:15 IST)
બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. 10 જુલાઇ શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંકી પાંડેની માતાના અવસાનના સમાચારથી ફરી એકવાર બોલીવૂડ સ્ટાર્સ દુ:ખી છે.
 
દાદીને અંતિમ વિદાય આપવા પહોંચી અનન્યા પાંડે 
 
ચંકી પાંડેની માતાનુ મોતનાં કયા કારણોસર થયુ તે  હજી જાણવા મળ્યુ નથી. જો કે સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચવા લાગ્યા. તમામ સેલીબ્રિટીઝ મુંબઇના બાંદ્રા સ્થિત સ્નેહલતા પાંડેયના ઘરે જોવા મળ્યા હતા.  ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી રાયસા અને અનન્યા પાંડે સાથે તેમની માતાના ઘરે પહોંચી ગયા છે.
 
અનન્યા પાંડે થઈ ઈમોશનલ 
 
પોતાની દાદીને ગુમાવ્યા પછી અન્નન્યા એકદમ ઈમોશનલ થઈ ગઈ છે. સામે આવેલી ફોટોમાં અનન્યા તેની દાદીની છેલ્લી વિદાય માટે સફેદ સૂટ પહેરીને આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર