સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ

શુક્રવાર, 12 એપ્રિલ 2024 (13:16 IST)
chhatisgadhi actor
છત્તીસગઢના દર્દનાક સમાચાર છે. છત્તીસગઢી ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા વિલન સૂરજ મેહરનુ 10 એપ્રિલના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. તેમના નિધનથી છત્તીસગઢી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે. બિલાઈગઢના સરસીવા ક્ષેત્રમાં તેમની સ્કોર્પિયોની પિકઅપ વાહન સાથે ટક્કર થઈ હતી.   આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જે દિવસે 40 વર્ષીય સૂરજ મેહરનું અવસાન થયું તે દિવસે ઓડિશાના ભઠલીમાં તેમની સગાઈ થવાની હતી. આ તમામ કાર્યક્રમોના કારણે સરિયા બિલાઈગઢ ગામનો રહેવાસી સૂરજ મેહર 9-10 એપ્રિલે બિલાસપુરમાં એક ફિલ્મનું શૂટિંગ કરીને મોડી રાત્રે સ્કોર્પિયોમાં ઘરે પરત ફરી રહ્યો હતો. તે ફિલ્મ આખરી ફૈસલાનું શૂટિંગ કરીને પરત ફરી રહ્યો હતો.
 
મળતી માહિતી મુજબ, 10 એપ્રિલની વહેલી સવારે થયેલા અકસ્માત બાદ તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોની આગળ બેઠેલા સૂરજ મેહરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ સરસીવા પોલીસ ઘટના સ્થળે પહોંચી, સ્કોર્પિયોમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા. અહી તેમણે ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા. અહી તેમણે ડોક્ટરોને મૃત જાહેર કરી દીધા.  દુર્ઘટનામાં સ્કોર્પિયો સવાર તેમના એક અન્ય મિત્ર આર્યા વર્મા અને ડ્રાઈવર ભૂપેશ પાટલે ગંભીર રૂપે ઘાયલ થયા છે.  તેમણે બિલાઈગઢની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બિલાસપુર રેફર કરવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર  છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર