બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્રની તબીયત બગડયા પછી નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ તો હવે તેમની હાલતમાં સુધારો જણાવાય રહ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેંન્દ્ર ગેસ્ટ્રોએંટ્રાઈટિસ (આંતરડાના સંક્રમણ) થી પીડિત છે. ડોક્ટર મુજબ આ સંક્રમણના કારણે દર્દીને ઝાડા, દુ:ખાવો અને ઉલ્ટી, તાવ થાય છે. તેનાથી તેમના સ્વાસ્થય લથડી જાય છે.