પોતાની મખમલી અવાજથી દુનિયા ભરના સંગીત પ્રેમીયોના દિલ પર રાજ કરનારા ગઝલ ગાયક પંકજ ઉધાસનો આજનો જન્મદિવસ છે. 17 મે 1951ના રોજ જન્મેલ પંકજ ઉધાસને તલત અજીજ અને જગજીત સિંહ જેવા દિગ્ગજ ગઝલ ગાયક સાથે ગઝલને લોકપ્રિય કરવા માટે ઓળખાય છે. ઉધાસને ફિલ્મ નામ (1986) ના ગીત ચીઠ્ઠી આઈ.. ગીતની અપાર લોકપ્રિયતા મળી. ત્યારબાદથી તેણે અનેક ફિલ્મો માટે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત તેમને અનેક એલ્બમ પણ રેકોર્ડ કર્યા છે. પદ્મશ્રી પંકજ ઉધારે ભારતીય સંગીતને એક નવી ઊંચાઈ આપી છે. તેમના જન્મદિવસ પર આવો જાણીએ તેમના ગાયેલા 5 ગીત જેને સાંભળીને ખોવાય જશો તમે....