બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની તાજેતરમાં રજુ થયેલી રઈસ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી રહી છે. શાહરૂખ સાથે ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ છે. માહિરા પાકિસ્તાનની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. સાથે જ તેની સુંદરતાના આજે લાખો દિવાના છે. પણ તાજેતરમાં જ અવેલ મીડિયા સમાચાર મુજબ માહિરાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.