અમિતાભ બચ્ચન કોરોના પોઝીટીવ થતા આગામી ગુજરાત મુલાકાત અનિશ્ચિત

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (08:29 IST)
ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના હતા પરંંતુ હવે તેઓ બીજી વાર કોરોના સંક્રમિત થયા છે તેથી  અમિતાભ બચ્ચન સૌરાષ્ટ્રના પ્રવાસ પર પ્રશ્ન ચિહ્ન લાગ્યુ છે. 

 સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચન ગિરનાર રોપ-વે ની સફર માણવા અને તેની જાહેરાત માટે સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ટુરિઝમને નવો પ્રાણ ફુંકનાર ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા અમિતાભે “કુછ દિન તો ગુજારો ગુજરાત મે ” જાહેરાતોથી દુનિયાભરમાં ગુજરાતની આગવી ઓળખ ઉભી કરી હતી. હવે ફરી એક વખત બિગ બિ ગુજરાતમાં આવી રહ્યા છે અને આ વખતે દુનિયામાં ચમકશે એશિયાના સૌથી ઊંચા ગિરનાર રોપ વે ની  બચ્ચનની સફર. આગામી 26 ઓગસ્ટે અમિતાભ બચ્ચન ખાસ જૂનાગઢ આવવાના છે. ભવનાથ ખાતે શ્રી ગોરખનાથ આશ્રમની મુલાકાત લેશે ત્યાર બાદ ગિરનાર રોપ વે ની સફર માણી શિખર પર બિરાજમાન માં અંબાના દર્શન કરી અને આશીર્વાદ મેળવશે. આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુંકાવવા પણ જવાના હોવાની માહિતી મળી રહી છે.ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડરના ગુજરાત પ્રવાસ અંગે કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત અમિતાભ બચ્ચનનો ચોક્કસ કાર્યક્રમ શું છે અને ક્યાં હેતુથી ગુજરાતના જૂનાગઢમાં આવી રહ્યા છે એ સ્પષ્ટ થયું નથી. હાલ તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચન ગુજરાત આવી રહ્યા છે. પરંતુ ફરી એક વખત ગુજરાતના ટુરિઝમને દુનિયામાં ધમધમતું કરવા ગિરનાર રોપ વે થી શરૂઆત થઈ રહી હોય તો નવાઈ નહિ. કારણકે 2012 પછી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગિરનાર રોપ વે બે નવા આયામો એ લાખો પ્રવાસીઓને આકર્ષ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર