તમને જણાવી દઈએ કે, આ મામલો 4 ડિસેમ્બરનો છે. ગયા અઠવાડિયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'નું સ્ક્રીનિંગ યોજાયું હતું. ત્યારબાદ અલ્લુ અર્જુન રાત્રે લગભગ 9 વાગે અચાનક ત્યાં પહોંચી ગયો. અચાનક તેને જોવા માટે થિયેટરમાં ભીડ બેકાબુ થઈ ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ.