સોહા-કૃણાલએ પેરિસમાં સાદગીથી સગાઈ કરી લીધી

ગુરુવાર, 24 જુલાઈ 2014 (15:57 IST)
પેરિસ 
 
નવાબ પટૌડી ખાનદાનની એકટ્રેસ સોહા અલીએ તેના બોયફ્રેંડ કૃણાલ ખેમું સાથે પેરિસમાં સગાઈ કરી લીધી છે. યુગ ક્રિકેટર ટાઈગર પટૌડી અને વીતેલા જમાનાની અભિનેત્રી શર્મિલા ટાગોરની બહેન અને એકટર સૈફ અલી ખાનની બહેન સોહાઅલી ખાને કૃણાલ ખેમુ જેવા ઉગી રહેલા અભિનેતા સાથે સગાઈ કરતા અનેક લોકો મોંમા આંગળી નાખી ગયા હતા. જો કે બન્ને વચ્ચે ઘણા સમયથી રીલેશન હતા. અને નજીકના વર્તુળો તો બસ ઓફિસિયલ જાહેરાતની જ રાહ જોઈ રહ્યા હતાં. 
 
સોહાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું . આ સુખની પળોને તમારી સૌ સાથે વહેંચતા મને આનંદ થાય છે કે કૃણાલ મને પેરિસમાં એકદમ પરફેકટ રીંગ આપતા પ્રપોઝ કર્યું અને મેં કહ્યું યસ. 
 
સોહા-કૃણાલની આ સગાઈને ફિલ્મ ઈંડસ્ટ્રીના અનેક મિત્રોએ વધાવી હતી. 
 
સોહાની  મોમ શર્મિલા ઘણા સમયથી ઈચ્છા હતી કે તેની દીકરીનું ઘર ઝડપથી મંડાય જે હવે પુરી થવા જઈ રહી છે.   
 

વેબદુનિયા પર વાંચો