સતત 20 વર્ષ અને 1000 અઠવાડિયા સુધી મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં DDLJ ફિલ્મ ચાલ્યા બાદ ઉતરી જશે

સોમવાર, 6 ઑક્ટોબર 2014 (17:45 IST)
મુંબઈ 
 
બોલિવુડમાં એક ઈતિહાસ રચી ચૂકેલી ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે મુંબઈના સિનેમાઘર મરાઠા મંદિરમાં  સતત 20 વર્ષ  સુધી ચાલ્યા બાદ ઉતારી લેવામાં આવશે . આ વાતથી શાહરૂખ ,કાજોલ અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના હજારો પ્રશંસકો હેરાન થઈ શકે છે. 
 
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ઓકટોબર 1995માં રિલીઝ થઈ હતી અને ત્યારથી સતત 20 વર્ષથી એકધારી ચાલતી હતી. મુંબઈનું જાણીતું સિનેમાઘર મરાઠા મંદિરે બોક્સ અફિસ પર દિલવાલે દુલહનિયા લે જાયેંગેને કાયમી બંધ કરવામાં આવી દેવામાં આવશે. 
આ અંગે જાણકારી આપતા મરાઠા મંદિર સિનેમાઘર  મરાઠા મંદિર સિનેમા હોલના મેનેજિંગ ડાયરેકટર મનિજ દેસાઈ જણાવ્યું હતું કે ફિલ્મને 900 અઠવાડિયા સુધી ચલાવ્યા  બાદ અમે અને યશરાજ ફિલ્મસ 1000 અઠવાડિયા સુધી ચલાવવાનું નક્કી કર્યું હતું . જે 12 ડિસેમબર 2014ના રોજ   પૂરા થાય છે. ફિલ્મને 1000 સપ્તાહથી આગળ લઈ જવી  કે નહી તેનો નિર્ણય કરી શક ઈએ તે માટે અમે તેમના ફોનની પ્રતિક્ષા કરી રહ્યા છીએ જો અમને તેમના તરફથી કોઈ સમાચાર નહી મળે તો ફિલ્મને હમેશા માટે ઉતારી લેવામાં આવશે. 

અત્યારે પણદર રવિવારે ફુલ 
 
બોલીવુડ દર શુક્રવારે ઘણી ફિલ્મો રિલીઝ થતી હોય છે. જેઓને હિટ ફ્લોપની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. દિલવાલે દુલહનિયા લે જાયેંગે આ તમામને  ખોટા પાડીને સતત 20 વર્ષ સુધી મુંબઈના સિનેમાઘર મરાઠા મંદિરમાં ચાલી રહી  છે. આજે પણ અહીં ફિલમને સારો પ્રતિસાદ સાંપડે છીએ. મનિજ દેસાઈ કહે છે કે રવિવારે ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. ગત રવિવારે તો બારી પર હાઉસફુલન ઓ બોર્ડ લગાવવું પડયું હતું. 
 
15,18 અને 20 રૂપિયા ટિકીટ   
 
મરાઠા મંદિરમાં ટિકિટ દર 15,18 અને 20 રૂપિયા પ્રતિ દર્શક છે. સવારે 11.30 કલાકે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો શો શરૂ થાય છે. આ ફિલ્મે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને નવી ઓળખ અપાવી હતી. આ ફિલ્મના ડાયલોગ અને ગીત ખૂબ જ હિટ થયાં હતાં. 
 
વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય 
 
ઘણા ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મને લાંબા સમય સુધી ચલાવવા પાછળ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો લક્ષ્ય હતો. મરાઠા મંદિરમાં મેનેજિંગ ડાયરેક્ટર મનોજ દેસાઈ જણાવ્યું હતું કે ફિલ્મને આટલા વર્ષો સુધી ચલાવવા પાછળ વર્લ્ડ રેકોર્ડ બનાવવનો હેતું હતો શરૂઆતના 500 અઠવાડિયા અમે નફાના હેતુથે તેને ચલાવી હતી. જે માટે યશજી દ્વ્રારા મને  સકસેસફુલ સ્ક્રીનિંગ માટે ગોલ્ડન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જે બાદ યશરાજ  અને મે ફિલમને ઘણા સપ્તાહ સુધી ચલાવવાનો નક્કી કર્યું હતું . જે પાછળ અ મારો હેતુ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવાનો છે. આગામી 12 ડિસેમબરના રોજ ફિલ્મ 1000 અઠવાડિયા પૂરા કરી લેશે જે એક રેકોર્ડ હશે .  

વેબદુનિયા પર વાંચો