કરીનાની પ્રેગનેંસીથી.. સેફની પૂર્વ પત્ની અમૃતા થઈ નારાજ

મંગળવાર, 5 જુલાઈ 2016 (16:05 IST)
સેફ અલી ખાનના ઘરે ખુશીનુ વાતાવરણ છે. તેમની બીજી બેગમ કરીના કપૂર ડિસેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે. આ કરીનાની પ્રથમ અને સેફની ત્રીજી સંતાન હશે. ઉલ્લેખનીય છે કે સેફના પ્રથમ પત્ની અમૃતા દ્વારા એક પુત્ર અને એક પુત્રી છે. 
 
કરીનાની પ્રેગનેંસીને લઈને એક વેબસાઈટે અમૃતા સિંહ પાસે પ્રતિક્રિયા માંગી તો તે નારાજ થઈ ગઈ. તેણે કહ્યુ કે તમને આવા ફાલતુ પ્રશ્નો પૂછવાની હિમંત કેવી રીતે થાય છે  સવાલ પૂછનારા તમે કોણ છો ? હવે ન પૂછશો. 
 
અમૃતા આ પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકતી હતી. સેફ અને કરીનાને શુભેચ્છા પાઠવી શકતી હતી. સવાલને ટાળી શકતી હતી.  પણ આ રીતે તેનુ ક્રોધિત થવુ શુ તમે યોગ્ય માનો છો ? 

વેબદુનિયા પર વાંચો