ભાજપના યુવા નેતા વરુણ ગાંધીને આજે ભાજપના અધિવેશન સ્થળ પર ઘણી અવ્યવસ્થા અને હાલાકીઓનો ભોગવવી પડી હતી. આ યુવા નેતા પાસે યુવાઓ અને પદાધિકારીઓની ભીડ તો કંઈ ખાસ ન હતી બસ તેમની અસુવિધાઓ દૂર કરવામાં માટે તૃતીય દરજ્જાના કાર્યકર્તાઓને જ આગળ આવવું પડ્યું હતું.
વરુણના આગમન બાદ તેમને તેમના નિવાસસ્થાન વિષે જણાવનારું અહીં કોઈ પણ ન હતું. પોતાના આવાસ અંગે માહિતી લેતા લેતા વરુણ ખુબ જ થાકી ગયાં બાદમાં કોઈએ તેમને તેમના ઉતારા વિષે જણાવ્યું પરંતુ ત્યાં સુધી જવા માટે તેમને વાહનનો બંદોબસ્ત પૂરો પાડવામાં ન આવી શક્યો. કાર્યકર્તાઓ માત્ર ગાડીઓ માટે શોકબકોર કરતા નજરે ચડ્યાં પરંતુ કોઈ પણ તેમના માટે એક ગાડી ન લાવી શક્યું.
થોડા સમય બાદ સ્વાગતસ્થળની નજીક જ લાલકૃષ્ણ અડવાણી, ભાજપાધ્યક્ષ નિતિન ગડકરી, લોકસભાની વિરોધી પક્ષનેતા સુષ્મા સ્વરાજના હસ્તે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો. અહીં પણ વરુણને ધ્યાન બહાર કરવામાં આવ્યાં. કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તેમની સાથે હાથ મિલાવવા માટે અને ફોટો ખેચાવડાવવા માટે ઉત્સુક દેખાયા પરંતુ પ્રમુખ નેતાઓએ વરુણની ખબર સુદ્ધા પણ ન પુછી. તેમની સાથે કોઈ મોટા નેતાએ વાત પણ ન કરી.
દીપપ્રાગટ્યનો કાર્યક્રમ યોજાઈ ગયાં બાદ આ નેતાઓને લઈ જવા માટે ગાડીઓ આવી પરંતુ તેમાં વરુણ માટે સ્થાન ન હતું. પ્રમુખ નેતા ગાડીમાં બેસીને ચાલ્યાં ગયાં પરંતુ તેમણે વરુણને પુછ્યું પણ નહીં.
અંતે ભાજપની પ્રદેશ મહામંત્રી સરીતા દેશપાંડેએ તેમના માટે વાહનનો બંદોબસ્ત કર્યો અને વરુણ પોતાના નિયત સ્થાન સુધી પહોંચી શક્યાં. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વરુણના ચહેરા પર ક્રોધની રેખાઓ સ્પષ્ટપણે નજરે ચડી રહી હતી.