માત્ર ત્રીસ ટકા સ્નીફર ડોગ પોલીસ તથા કસ્ટમ વિભાગની જરૂરિયાત મુજબ કાર્ય કરવામાં સક્ષમ હોય છે તેવુ જાણકારોનુ માનવુ છે. જેથી કાર્યદક્ષ સ્નીફર ડોગ મેળવવા માટે દક્ષિણ કોરિયાના કસ્ટમ વિભાગે નવો અભિગમ અપનાવ્યો છે.
વિભાગમાં કાર્યરત સૌથી વધુ ચાલાક અને સુંઘવાની અનોખી ક્ષમતા ધરાવતાં 'ચેઝ' નામના લાબ્રાડોર કુતરાના ક્લોનની મદદથી કસ્ટમ વિભાગ વધુ સાત સ્નીફર ડોગ પેદા કરાવ્યા છે. એક બાયોટેક્નોલોજી કંપનીની મદદથી આ કેનેડિયન કુતરાનો ક્લોન તૈયાર કરવામાં આવ્યો હતો. જેની કોશિકાઓ ત્રણ શેરોગેટ માદા કુતરીઓના પેટમાં પ્રત્યારોપીત કરવામાં આવી હતી અને તેના દ્વારા સાત કુતરાઓને પેદા કરવામાં આવ્યા હતા.
લગભગ ત્રણ લાખ ડોલરના ખર્ચ બાદ કસ્ટમ વિભાગને સાત નવા સ્નીફર ડોગની સેના તૈયાર કરવામાં સફળતા મળી છે. જોકે, હજી આ કુતરાઓને તાલિમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ, સૌથી કાર્યદક્ષ ગણાતા સ્નીફર ડોગના ક્લોન મારફતે પેદા કરવામાં આવેલા સાતે કુતરાઓની સુંઘવાની શક્તિ પહેલેથી જ વિકસીત છે તેવુ તાલિમ આપનારા અધિકારીઓનુ માનવુ છે. જેને જોતાં સ્નીફર ડોગમાં ક્લોનીંગનો પ્રયોગ સફળ થયો હોવાનુ તજજ્ઞોનુ માનવુ છે.