સઉદી અરબના કિંગ અબ્દુલ્લાએ પુત્રીને દહેજમાં ગોલ્ડન ટોયલેટ આપ્યુ હતુ

શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (11:44 IST)
સઉદી અરબના કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સૌદની અમીરીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. પણ આ સમાચાર તમને હેરાન કરી દેશે. પોતાની પુત્રીના લગ્નમાં કિંગ અબ્દુલ્લાએ તેને ફક્ત સોનાની ડ્રેસ જ નહોતી આપી. પણ સોનાનુ એક ટોયલેટ (ગોલ્ડન ટોયલેટ) પણ આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ફોર્બ્સ મુજબ કિંગ અબ્દુલ્લા દુનિયાના આઠમા સૌથી શ્રીમંત અને તાકતવર વ્યક્તિ છે. તે દુનિયાના સૌથી અમીર મુસ્લિમ વ્યક્તિ પણ છે. 
2011માં ફોર્બ્સએ સમગ્ર અબ્દુલ્લા પરિવારની સંપત્તિ આંકી હતી. જે લગભગ 21 બિલિયન યુએસ ડોલરની હતી. પુત્રીના લગ્નમાં કિંગ અબ્દુલાએ 3 લાખ ડોલર (180 કરોડ રૂપિયા) ફક્ત તેની વેડિંગ ડ્રેસ પર જ ખર્ચ કરી નાખ્યા. બીજી બાજુ ફક્ત સોનાની ડ્રેસ આપીને પણ અરબના રાજાનુ મન નહોતુ ભરાયુ. તો તેમને પોતાની પુત્રીને એક સોનાનુ ટોયલેટ જ ગિફ્ટ કરી દીધુ. આ ટોયલેટ પુર્ણ ખાલિસ સોનાનુ બન્યુ છે અને તેનો નળ પણ સોનાનો છે. તેની બહાર લખ્યુ છે 'ગોલ્ડન ટોયલેટ'. 
 
ઓબામા ફેમિલીને ભેટ આપવામાં પણ કિંગ 
 
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમનો પરિવાર અને સ્ટાફને ભેટ આપનારા વિદેશી નેતાઓમાં સૌથી વધુ દરિયાદિલી પણ સઉદી અરબના કિંગ અબ્દુલ્લાએ બતાવી છે. રાષ્ટ્રપતિના રૂપમાં ઓબામાના પ્રથમ વર્ષ દરમિયાન સઉદી કિંગે તેમને 3 લાખ અમેરિકી ડોલર (લગભગ 1 કરોડ 37 લાખ રૂપિયા) થી વધુ કિમંતની ભેટ આપી. તેમા ઘરેણા અને દુર્લભ પુસ્તકોનો સમાવેશ છે. ઓબામા તેમની પત્ની અને પુત્રીઓને અબ્દુલ્લાએ લગભગ 1 લાખ 90 હજાર અમેરિકી ડોલરના કિમંતી હીરા ભેટ આપ્યા. મિશેલ ઓબામાને કિંગ તરફથી આપવામાં આવેલ એક રુબી અને ડાયમંડ જ્વેલરી સેટની કિમંત 1 લાખ 32 હજાર અમેરિકી ડોલર છે.  ઓબામાની પુત્રી સાશા અને માલિયા બંનેને 7000 અમેરિકી ડોલરની કિમંતની કાનની બુટ્ટી અને ગળાનો હાર ભેટ આપ્યો. ઓબામાના સ્ટાફને ભેટ આપવામાં અબ્દુલ્લા પાછળ નહોતા રહ્યા. તેમણે 5000 થી 9000 ડોલર સુધીની ભેટ આપી. જેમા ઘડિયાળ. બ્રેસલેટ પેન વગેરેનો સમાવેશ છે.  
 
કોણ છે કિંગ અબ્દુલ્લા - 3 ઓગસ્ટ 2005માં પોતાના સાવકા ભાઈ કિંગ ફહદના મોત પછી અરબની રાજગાદીને કિંગ અબ્દુલ્લાએ એક શાસકના રૂપમાં સાચવી. તેઓ 1962થી 2010 સુધી સઉદી અરબ નેશનલ ગાર્ડના કમાંડર પણ રહી ચુક્યા છે. મક્કા અને મદીનાના સંરક્ષક થવાના નાતે મુસ્લિમ સમુહમાં પણ પ્રભાવશાળી નેતાના રૂપમાં ઓળખાય છે. 
 

વેબદુનિયા પર વાંચો