પાંડા પ્રજનન કેન્દ્ર બનાવવા ચીન તૈયાર

NDN.D

ચીનના સિચુઆન પ્રાંતમાં વિશ્વનુ સૌથી મોટુ પાંડા (ગ્રેટ વ્હાઈટ) પ્રજનન કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાણકારોનુ માનવુ છે કે, 200 જેટલા પાંડા માટે આ પાર્ક નવુ ઘર સાબિત થશે. ગ્રેટ વ્હાઈટ પાંડાએ દુનિયામાં જોવા મળતી પાંડાઓની પ્રજાતિઓમાં સોથી મોટા કદના હોય છે અને વિશ્વમાં માત્ર ચીનમાં જ પાંડાઓ જોવા મળે છે.

વોલોંગ નેચર રિઝર્વનાન પ્રમુખ ઝાંગ હેમિને માહિતી આપી હતી કે, સિચુઆનમાં બનનારા પ્રજનન કેન્દ્રમાં પાંડાઓ માટે 20 આઉટડોર હોમ્સ બનાવવામાં આવશે અને 20,000 વર્ગ મીટરનુ વિશાળ ખુલ્લુ મેદાન પણ રાખવામાં આવશે. દેશના સિચુઆન, ગુંસૂ અને શાંઝી જેવા ક્ષેત્રોમાં સ્થિત નેચર રિઝર્વમાં 1600 પાંડા પ્રાકૃતિક જીવન વ્યતીત કરી રહ્યા છે. દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં કુલ 217 પાંડા છે.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના રસપ્રદ અહેવાલો વાંચવા માટે અહીં ક્લિક કરો...

વેબદુનિયા પર વાંચો