અક્ષય તૃતીયાના દિવસે પીપળાના ઝાડનો આ ઉપાય, બધી સમસ્યા કરશે દૂર

શનિવાર, 4 મે 2019 (16:31 IST)
અક્ષય પુણ્યદાયી ફળ આપનારી વૈશાખ મહિનાના શુક્લપક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ છે જો તમારા જીવનમાં કશુ પણ ઠીક નથી ચલઈ રહ્યુ અને તમામ ઉપાય કરીને તમે હારી ગયો છો તો એકવાર અક્ષય તૃતીયા પર પીપળના ઝાડ સાથે સંકળાયેલા આ ઉપાયો કરી લેશો તો તમે ખુદ તેના ચમત્કારોને માની જશો




અક્ષય પુણ્યદાયી ફળ આપનારી વૈશાખ મહિનાના શુક્લપક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ છે જો તમારા જીવનમાં કશુ પણ ઠીક નથી ચલઈ રહ્યુ અને તમામ ઉપાય કરીને તમે હારી ગયો છો તો એકવાર અક્ષય તૃતીયા પર પીપળના ઝાડ સાથે સંકળાયેલા આ ઉપાયો કરી લેશો તો તમે ખુદ તેના ચમત્કારોને માની જશો 
 
આવો જાણીએ એ ઉપાય 
 
ભગવાન વિષ્ણુ 
 
7 મે ના રોજ આવી રહેલ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા ઉપાયોમાં પીપળના ઝાડ સાથે જોડાયેલા ઉપાયો પણ છે. આ દિવસે પીપળાના ઝાડની પૂજા એ માટે કરવામાં આવે છે કારણ કે શાસ્ત્રો મુજબ પીપળા પર સાક્ષાત વિષ્ણુનો  વાસ હોય છે.  શ્રીમદ્દભગવદ્દગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હુ પીપળો છુ.  આ વાતથી વૃક્ષની પવિત્રતા અને ચમત્કારોનો અંદાજ લગાવી શકાય છે. 
 
ધન સંબંધી સમસ્યા 
 
આથિક સંકટ દૂર કરવા માટે અક્ષય તૃતીયના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરો અને શુદ્ધ સફેદ સૂતી સીવેલા ન હોય તેવા વસ્ત્ર પહેરીને પીપળાના ઝાડની 108 પરિક્રમા કરતા જળ અર્પિત કરો.  જળ અર્પિત કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. 108 પરિક્રમા પૂર્ણ થયા પછી ઝાડના થડ પર અષ્ટગંધ ચંદનથી સ્વસ્તિક બનાવો અને શ્રી લખો. ત્યારબાદ ઝાડના પાંચ સ્વચ્છ તૂટેલા ફાટેલા ન હોય તેવા પાન લઈને તેના પર અષ્ટગંધથી શ્રી લખો અને તેને તમારા ઘરે લઈ આવો. આ પાનને આહ્કો દિવસ ઘરમાં પૂજા સ્થાન પર મુકો અને અક્ષય તૃતીયાના આગલે દિવસે સવારે તેને જળમાં વિસર્જિત કરી દો. તેનાથી આર્થિક કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ જાય છે અને પૈસાની આવક વધે છે. 
 
વેપાર માટે 
 
જો બિઝનેસ ઠીક ન ચાલી રહ્યો હોય  અને વારે ઘડીએ બિઝને બદલવાનો વારો આવી રહ્યો છે તો અક્ષય તૃતીયાના દિવસે પીપળના ઝાડમાં એક લોટો કાચુ દૂધ અર્પિત કરો અને તેના જડમાંથી થોડી માટી કાઢીને લઈ આવો. આ માટીનુ કેસરથી પૂજન કરો અને મહાલક્ષ્મી મંત્ર ૐ મહાલક્ષ્મયૈ નમ ની સાત માળા કમળકાકડીની માળાથી જાપ કરો.  જાપ કરીને માટીને લાલ કપડામાં બાંધીને વેપારના સ્થળ કે ગલ્લા કે તિજોરીમાં મુકી દો. થોડા જ દિવસોમાં તમને વેપારમાં નફો થતો જોવા મળશે. 
 
લગ્નની સમસ્યા માટે - અનેક યુવક યુવતીઓના લગ્નમાં અવરોધ આવે છે. તેમનુ લગ્ન થતુ નથી. જો તમારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ ચે તો અક્ષય તૃતીયાના દિવસે પીપળના ઝાડ નીચે શિવલિંગ મુકીને તેનો કેસરના દૂધથી અભિષેક કરો. જે લોકોના દાંમ્પત્ય જીવનમાં પરેશાની આવી રહી છે કે પતિ પત્નીનુ બનતુ નથી તો તેમણે પણ આ પ્રયોગ કરવો જોઈએ. આવુ કરવાથી તેમના દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. 
 
સ્વાસ્થ્ય લાભ માટે 
 
બીમારી જો એકવાર ઘરમાં આવી જાય તો પીછો છોડતી નથી. અક્ષ્ય તૃતીયાના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને મહામૃત્યુંહય મંત્રના સવા લાખ જાપ રૂદ્રાક્ષની માળાથી કરવાથી રોગોથી મુક્તિ મળી જાય છે. બીમારીઓ પર થનારો ખર્ચ બંધ થઈ જાય છે. રોગીના નામથી આ જાપ કોઈપણ પરિજન કરી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર