અક્ષય તૃતીયા પર થઈ જશો માલામાલ, રાશિ મુજબ કરો આટલા ઉપાય

શુક્રવાર, 3 મે 2019 (15:13 IST)
અક્ષય તૃતીયાને ધન પ્રાપ્તિ  માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે રીતે દિવાળી પર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે એ જ રીતે અક્ષય તૃતીયા પર પણ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરી શકાય છે. 
અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ઉપાય ઉપાય 

 
મેષ રાશિ - જેની જન્મ રાશિ મેષ છે તેને લાલ કપડામાં સવા પા જે સવા કિલો મસૂર દાળ બાંધીને વ્યવસાયિક સ્થળમાં મૂકવા જોઈએ. નોકરીયાત માણસ દાળને પૂજા સ્થાનમાં મૂકી શકે છે. દાળનો દાન પણ તમારા માટે લાભપ્રદ રહેશે. 
 
વૃષ રાશિ - વૃષ રાશિમાં જન્મયા લોકોના સ્વામી શુક્ર છે. આ રાશિના માણસને અક્ષય તૃતીયાના દિવસે એક કળશમાં જળ ભરીને દાન કરવું જોઈએ. ધન વૃદ્ધિ માટે સફેદ વાસણમાં ગંગા જળ ભરીને સફેદ કપડાર્ગી તેનો મોઢું બંદ કરી નાખો. તેને ઘરમં પૂજા સ્થાન કે વ્યવસાયિક જગ્યામાં રાખવાથી ધનવૃદ્ધિના યોગ બનશે.
 
મિથુન રાશિ - બુધની રાશિ મિથુનમાં જેમનો જન્મ થયું છે તેને મગની દાળ દાન કરવી જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે લીલા કપડાંમાં કાંસાના વાસણમાં બાંધીને લક્ષ્મીજી પર ચઢાવીને પૂજા ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકો. તેનાથી રાશિ સ્વામીની સ્થિતિ મજબૂત થશે અને સુખ અને ધન વધશે.
 
કર્ક રાશિ - ચંદ્રમાની રાશિ કર્કમાં જન્મેલા માણસને અક્ષય તૃતીયાના દિવસે ચાંદીમાં મોતી ધારણ કરવું જોઈએ. ચાંદીનો એક સિક્કો જલમા રાખી પૂર્વ દિશામાં રાખવાથી આવક વધશે. ખર્ચમાં કમી આવશે. 
 
સિંહ રાશિ - સૂર્યની રાશિમાં જેનો જન્મ થયું છે તેને અક્ષય તૃતીયાના દિવસે સવારે ઉગતા સૂરજને જળ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ ગોળનો દાન કરવું. કોઈ વાસણમાં સમુદ્રી કે સિંધાલૂણ નાખી ઘરમાં ઘુમાવી અને તેન પૂજા સ્થાનમાં રાખી દો. સ્વાસ્થય અને ધન લાભ વધશે. 
 
કન્યા રાશિ -  બુધની રાશિ કન્યામાં જેનો જન્મ થયુ છે. તેને કપૂરની દીવેટ પ્રગટાવીને આખા ઘરમાં ઘુમાવી જોઈએ. લીલી બંગડીઓ અને મગની દાળ પણ દાન કરી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે પન્ના ધારણ કરવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. 
 
તુલા રાશિ - તુલા રાશિના માણસને ધન વૃદ્ધિ માટે અક્ષય તૃતીયાના દિવસે સફેદ કપડાંનો દાન કરવું  જોઈએ. અથવા હીરા કે જર્કન ધારણ કરવું તમારા માટે સુખદાયક અને ઉન્નતિ આપતું રહેશે. ઘરમા કે વ્યવસ્યા સ્થાનમાં સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરવી. 
 
વૃશ્ચિક રાશિ - આ રાશિના માણસને એક બોટલમાં મધ ભરીને તેને લાલ રંગના રંગના કપડામાં બાંધીને દક્ષિણ ભાગમાં રાખવું જોઈએ. આ દિવસે મૂંગા ધારણ કરવું તમારા સ્વાસ્થય અને ધન વૃદ્ધિ માટે અનૂકૂળ રહેશે.  
 
ધનુ રાશિ - ગુરૂની આ રાશિમાં જેનો જન્મ થયું છે તેને પીળા કપડામાં હળદર બાંધીને પૂજા સ્થાન પર રાખવું જોઈએ. તમારા માટે સારું રહેશે કે કોઈ ધાર્મિક ચોપડી શ્રદ્ધાળુઓમાં વહેચવી. બૂંદીના લાડુ દાન કરવું પણ શુભ રહેશે. 
 
મકર રાશિ - તમારા રાશિના સ્વામી શનિ છે. અક્ષય તૃતીયાના દિવસે કોઈ વાસણમાં તલનો તેલ ભરીને કાળા કપડામાં બાંધી લો. તેને ઘરના પૂર્વી ભાગમા રાખો. તે પછી 11 વાર દશરથકૃત શનિ સ્ત્રોતનો પાઠ કરવું. આ તમારા ભાગ્યને બળવાન બનાવશે. પ્રયાસથી ધન વધતું જશે. 
 
કુંભ રાશિ - તમે કોઈ ભિખારી કે જરૂરિયાતને આર્થિક દાન કરો. તેનાથી ભાગ્યને બળ મળશે. તલ, લોખંડ, નારિયેળનો દાન પણ તમારા માટે અનૂકૂળ રહેશે. ધન અને સુખ માટે નીલમ ધારણ કર શકો છો. અક્ષય તૃતીયા આ કામ માટે ઉત્તમ છે. 
 
મીન રાશિ - પીળા રંગના કપડામાં પીળા સરસવ અને કેટલાક સિકકા બાંધીને પૂજા સ્થાન પર ઉત્તર પૂર્વ દિશાની તરફ રાખવું. કોઈ વડીલ માણસને વસ્ત્ર દાન કરો અને તેનાથી આશીર્વાદ મેળવો. પિતા અને ગુરૂનો ક્યારે પણ અપમાન ન કરવું  અને સમ્માન બન્ને વધશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર