અક્ષય તૃતીયા(અખાત્રીજ) - કુંભ દાનનું છે વિશેષ મહત્વ

શુક્રવાર, 6 મે 2016 (16:11 IST)
અક્ષય તૃતીયાના દિવસે કુંભનુ દાન અને પૂજન અક્ષય ફળ આપે છે. ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમા વધારો થાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગની સાથે આવી રહેલ અખાત્રીજ પર આપવામાં આવેલ કુંભ દાન ભાગ્યોદયનું કારણ બનશે. 
 
વૈશાખ માસના શુક્લપક્ષની તૃતીયાની અધિષ્ટાત્રી દેવી માતા ગૌરી છે. તેની સાક્ષીમાં કરવામાં આવેલ ધર્મ-કર્મ અને આપવામાં આવેલ દાન અક્ષય થઈ જાય છે. તેથી આ તિથિને અખાત્રીજ કહેવામાં આવે છે. અખાત્રીજ અબુઝ મુહુર્ત માનવામાં આવી છે. અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે. જો કે મેષ રાશિના સૂર્યમાં ધાર્મિક કાર્યની શરૂઆત માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતા અનુસાર સૂર્યની પ્રબળતા અને શુક્લની હાજરીમાં માંગલિક કાર્ય કરવા અતિ ઉત્તમ છે. 
 
શુ કરશો અક્ષય તૃતીયા પર - જળથી ભરેલ કુંભને મંદિરમાં દાન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા પ્રાપ્ત થાય છે. બીજી બાજુ કુંભને પંચોપચાર પૂજન અને તલ-ફળ વગેરેથી પરિપૂર્ણ કરી વૈદિક બ્રાહ્મણને દાન આપવાથી પિતરોને અક્ષય તૃપ્તિ મળે છે. આવુ કરવાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. 
 
રાશિ મુજબ કોણે શુ દાન કરવુ જોઈએ 
 
મેષ - આ રાશિવાળા લોકોએ અક્ષય તૃતીયાને દિવસે જવ તથા ઘઉંનું યથાશક્તિ દાન બ્રાહ્મણોને કરવું. 
 
વૃષભ - આ રાશિવાળાએ આ ઋતુમાં જે ફળ આવતા હોય જેવા કે કેરી, દ્રાક્ષ, સંતરા વગેરે ફળ, જળ અને દૂધથી ભરેલા કુંભનુ દાન બ્રાહ્મણને કરવું. 
 
મિથુન - અખાત્રીજના દિવસે આ રાશિવાળાએ કાકડી, ખીર તથા લીલા મગનું દાન મંદિરમાં કરવુ. 
 
કર્ક - આ રાશિવાળાએ જળ-દૂધ-મિશ્રી એવા ત્રણ કુંભનુ દાન સાધુને અથવા કોઈ ગરીબને કરો. 
 
સિંહ - આ રાશિના લોકોએ ઘઉંમાંથી બનેલ કોઈ એક વસ્તુનું દાન મંદિરમાં કરવુ. 
 
કન્યા - આ રાશિવાળાએ કાકડી અથવા તરબૂચનું દાન કરવુ. 
 
તુલા - તુલા રાશિવાળાએ રસ્તે જતાં ચાલકોને પાણી પીવડાવવું અથવા કોઈ ગરીબને ચંપલનું દાન કરવુ. આવુ કરવાથી શનિની પનોતી ઘટે છે. 
 
વૃશ્ચિક - આ રાશિવાળાએ કોઈ ગરીબને છત્રી અથવા પંખાનું દાન કરવુ. 
 
ધન - આ રાશિવાળાએ બેસનમાંથી બનેલ પદાર્થ, ચણાની દાળ અથવા ગ્રીષ્મઋતુના કોઈ ફળનું દાન કરવુ. 
 
મકર - આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ દૂધ તથા મીઠાઈનું દાન ગરીબને કરવું. 
 
કુંભ - આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ ફળ તથા ઘઉંનું દાન ગરીબને કરવું. 
 
મીન - આ રાશિવાળાએ બેસનમાંથી બનાવેલ પદાર્થનું દાન કરવુ.
 

વેબદુનિયા પર વાંચો