અમદાવાદમાં બોપલ અને ઘૂમા વિસ્તારમાં કેસ વધતાં રેન્ડમ ટેસ્ટીંગ કરાશે

શુક્રવાર, 3 જુલાઈ 2020 (12:50 IST)
બોપલ અને ઘુમા નગરપાલિકા વિસ્તાર અમદાવાદ કોર્પોરેશનમાં ભળ્યા બાદ ત્યાં પણ કોર્પોરેશન દ્વારા રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરવા આવ્યું છે. આજથી જે પણ વ્યક્તિને કોરોનાના લક્ષણ હોય તેવા જ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. દસ દિવસ સુધી બોપલ અને ઘુમાની અંદાજે 500 સોસાયટી- ફ્લેટમાં 50 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવશે. આજે બોપલમાં આવેલી સનસીટી-1 થી સનસીટી -7, આરોહી ક્રિસ્ટ, સ્પ્રિંગ મિડોશ બંગલોઝ, અમર માંજરી બંગલોઝ અને સનસીટી હાટમાં રહેતા લોકો જેમને કોરોનાનાં લક્ષણ દેખાતા હોય તેમના ટેસ્ટ કરવામાં આવશે. બોપલ - ઘુમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય લક્ષણ હોય તો પણ ટેસ્ટ કરાવતા લોકો ડરે છે અને ટેસ્ટ કરાવતા નથી જેથી કોર્પોરેશન દ્વારા દરેક સોસાયટી- ફ્લેટમાં જઇ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરેક સોસાયટી- ફ્લેટના ચેરમેનને જાણ કરીશું કે તેમની સોસાયટીમાં જો કોરોનાનાં કોઈને લક્ષણ હોય તો તેમના નામ, નંબર અને ઉંમરની તેમને જાણ કરે. કોર્પોરેશનની ટીમ આવી અને ફ્રીમાં ટેસ્ટ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર