રમઝાન દુઆ

બુધવાર, 22 માર્ચ 2023 (11:34 IST)
ટ્રેન, સ્કૂટર કે બસ પર જ્યારે સવાર થાવ ત્યારે આ દુઆ વાંચવી 
સુબહાનલ્લજી સખ્ખર લના હાજા વમા કુન્ના લહુ મુકરેનિન વ ઇન્ના ઇલા રબ્બેના મુનકલેબૂન.
અલ્લાહ તઆલા પાક છે જેણે આ હમરે કબ્જામાં મેં કરી દિધો અને અમે તેની કુદરતના વિના આને કબ્જામાં કરી ન શકત. અને બિલા શુવા આમારે અમારા પરવરદગારની તરફ જવાનું છે
 
બજાર મેં દાખલ થતી વખતે આ વાંચવી 
લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહુ લહુલ મુલકો વલ હુલ હમ દો યોહયી વ યુમિતો વ હુવા હય્યુલ લાયમૂતો બે યદહિલ ખૈરો વ હોવા અલા કુલ્લે શૈઇન કદીર.
અલ્લાહ કે સિવાય કોઈ માબુદ નથી તે એકલો જ છે તેનું કોઈ શરીક નથી તેના માટે મુલ્ક છે અને તેને માટે હમ્દ, તે જ જીવાડે છે અને તે જ મારે છે તે પોતે જીવતો છે. તેને મૃત્યું પણ નહિ આવે અને તેમાં જ ભલાઈ છે તે દરેક વસ્તુ પર કાદરિ છે.
 
ઘરમાં દાખલ થતી વખતે આ વાંચવી 
અલ્લા હુમ્મા ઇન્ની અસઅલોકા ખૈરલ મૌલજે વ ખૈરલ મખરજે બિસમિલ્લાહે વલજના વ અલલ્લાહે રબ્બના તવક્કલના.
હે અલ્લાહ હુ તને સવાલ કરૂ છું સારી રીતે દાખિલ થવા અને બેહતર નિકળવા માટે. અલ્લાહના નામથી દાખલ થયા અને અમે અલ્લાહ પર ભરોસા કર્યો.
નોટ- પછી ઘર વાળાઓને સલામ કરો અને ઘરેથી નિકળતી વખતે પણ ઘરવાળાઓને સલામ કરો. અને દરુદ શરીફ પઢેં
 
સુતી વખતે આ દુઆ વાંચવી -
અલ્લા હુમ્મા બિસમેકા અમૂતો વ અહયા.
હે અલ્લાહ હુ તારૂ નામ લઈને મરૂ અને તારૂ નામ લઈને જ જીવતો રહુ.
 
ખરાબ સપનું જોવા પર આ દુઆ વાંચવી 
અઊજો બિલ્લાહે મિનશ્શૈતા નિર્રજીમ.
હું અલ્લાહની પનાહ ચાહુ છું શૈતાન મરદૂદથી
 
સુઈને ઉઠો ત્યારે આ દુઆ વાંચવી 
અલહમદો લિલ્લાહીલ લજી અહયાના બાદા મા અમાતના ઇલૈહિન નશુર.
બધી જ તારીફ અલ્લાહ તઆલા માટે જ છે જેણે આપણને માર્યા બાદ જીવતાં ઉઠાડ્યાં. અને આપણે તેના જેમ જ ઉઠવાનું છે.
 
નવો ચાઁદ જોઈને આ દુઆ વાંચવી 
અલ્લાહુમ્મા અહિલ્લહુ અલૈના બિલ યુમને વલ ઇમાને વસ્સલામતે વલ ઇસ્લામે વત્તોફીકે લેમા તૂ હિબ્બો વ તરદા રબ્બી વ રબ્બોકલ્લાહો યા હૈલાલો.
હે અલ્લાહ તુ અમારી ઊપર આ ચાઁદને બરકતઈમાન ખૈરયતઔર સલામતીવાળો કરી દે અને અમને તૌફિક આપ કે તે અમલની જે તને પસંદ છે અને જેનાથી તુ રાજી છે તે ચાઁદ મારો અને તારો રબ અલ્લાહ છે
 
નીયત એતેકાફની
બિસમિલ્લાહે દખલતો ફીહે વ અલૈહે તવક્કલતો વ નવેય તો સુન્નતલ.
અલ્લાહના નામથી દાખલ થઉં છું અને તીન ઉપર જ વિશ્વાસ કરૂ છું અને નીયતએતેકાફ કરૂ છું એતેકાફ સુન્નતની.
 
મુસીબત કે મૃત્યું વખતે આ દુઆ વાંચવી 
ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલય હે રાજેઊન.
હમ અલ્લાહ માટે જ છીએ અને તેની પાસે જ પાછા ફરીને જવાના છીએ.
 
જ્યારે કબ્રસ્તાનમાં જાવ ત્યારે આ દુઆ વાંચવી 
અસ્સલામો અલયકુમ યા અહલલ કુબૂર ય ગફિરુલ લાહો લના વલકુમ અન્તુમ સલાફુના વ નહનું બિલ અસરે.
કબ્રવાળાઓને સલામ. અલ્લાહ તઆલા તમને અને અમને બખ્શે. તમે આગળ જઈ ચુક્યા છો અને અમે તમારી પાછળ આવવાના છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર