મોહરમ મહિનો અને મહાત્મા ગાંધીમાં તારીખનો સંબંધ છે. કેમકે આઠ જાન્યુઆરી(2009)માં હજરત ઈમામ હુસૈન (અલૈહિસ્સલામ)નો યોમે શહાદત છે એટલે કે મોહરમની દસમી તારીખ જે ત્રીસ જાન્યુઆરી છે તે શહીદી દિવસ છે એટલે કે મહાત્મા ગાંધીનો બલિદાન દિવસ.
હજરત ઈમામ હુસૈન (અલૈ.) પૈગમ્બર ઈસ્લામ હજરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલિહિ તેમજ સલ્લમ)ના પુત્ર હતાં જેમણે અન્યાય અને આતંકવાદની વિરુદ્ધ માણસ અને માણસાઈના અવાજને ખુમારી અને બહાદુરીની સાથે બુલંદ કર્યો હતો. હજરત ઈમામ હુસૈન (અલૈ.)ને તે સમયના આતંકવાદી એટલે યજીદ (જે છલ-કપટ વડે સત્તાને ઝડપીને ખલીફા બનેલો હતો અને ચમચાગીરી અને ચાપલુસી કરીને ભ્રષ્ટાચારને વધારી રહ્યો હતો તેમજ દારૂ અને સુંદરીઓમાં લુપ્ત થઈને લોકો પર અત્યાચાર કરતો હતો) તેને લલકાર્યો હતો અને તેની બેઈમાનદારી સામે અવાજ ઉઠાવ્યો હતો. જેના હૃદયમાં ઈમાન હોય છે તે મોટા હૃદયવાળો અને સારો માણસ હોય છે.
મોટા હૃદયવાળા અને જેમનામાં માણસાઈ હતી તેવા હઝરત ઈમામ હુસૈન. અને ષડયંત્ર તેમજ શૈતાનીયત એટલે યજીદ. ઈમામ હુસૈન એટલે માણસાઈનું નૂર. યજીદ એટલે મનહુસ અને ક્રુર. યજીદ એટલે આતંક અને અંધારૂ. ઈમામ હુસૈન એટલે અજવાળાનો ફુવારો.
એક વાક્યમાં કહીએ તો યજીદરૂપી આતંકવાદી અંધારાની સામે લડતા અજવાળાની શહીદીનું નામ છે ઈમામ હુસૈન. મુખ્તસર તે છે કે હજરત ઈમામ હુસૈન (અલૈ.)ને પોતાના પરિવાર અને થોડાક સાથીઓની સાથે કરબલા (અરબનો રેતવાળો વિસ્તાર)ની તરફ કૂચ કરી હતી અને ભુખ્યા-તરસ્યા જ અન્યાયની વિરુદ્ધ લડતાં તેઓ શહીદ થઈ ગયાં હતાં પરંતુ સુવિધાઓની લાલચ આપનારા આતંકવાદી અને અન્યાયી યજીદનું આધિપત્ય સ્વીકાર્યું નહિ.
હજરત ઈમામ હુસૈનની આ શહાદત શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનાં પાંત્રીસમા શ્લોક સાથે ઘણી સમાનતા રાખે છે જેમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે-
એટલે કે સ્વધર્મની અસુવિધાઓ પણ પરધર્મની સુવિધાઓ એટલે કે લાલચ કરતાં શ્રેષ્ઠ છે. સ્વધર્મમાં મરવું શ્રેયસ્કર છે પરંતુ પરધર્મમાં ભયાનક. પ્રશ્ન ઉઠે છે કે આમાં મહાત્મા ગાંધીનો સંબંધ કેવી રીતે છે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજોના અન્યાય અને આતંકની વિરુદ્ધ બ્રિટિશકાલીન ભારતમાં સંઘર્ષનું રણશીંગુ ફુંક્યું હતું. તેઓને પણ જેલના જીવનની મુશ્કેલીઓ અને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને પણ પ્રલોભનો આપવામાં આવ્યાં હતાં પરંતુ તેમણે અહિંસાની જંગમાં સત્ય અને શાંતિનો સાથ છોડ્યો ન હતો.
અહિંસક સંગ્રામના આ હિંમતવાન યોદ્ધાને 30મી જાન્યુઆરી 1948ના દિવસે રાક્ષસી પ્રવૃત્તિના વ્યક્તિએ ગોળી મારીને શહીદ કરી દિધા હતાં. વાત અહીંયા શહીદીની સરખામણીની નથી તિથિઓની સરખામણીની છે જે સંયોગવશ જાન્યુઆરી મહિનામાં જ છે. આમ પણ બંનેની શહીદી ન્યાય માટેની છે. અને મહોરમ મહિનાથી મહાત્મા ગાંધીનો પ્રેરણાત્મક સંબંધ છે. આ તે સંબંધ છે જેની પર ધ્યાન નથી અપાયું કે પછી કોઈ લેખક કે શોધાર્થીએ તેની પર સંપુર્ણ દ્રષ્ટિ નથી નાંખી.
ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીએ 1930-32માં અંગ્રેજોના અન્યાયી શાસનની વિરુદ્ધ અવિનય અવજ્ઞા આંદોલન ચલાવીને મીઠાનો કાયદો તોડવા માટે પોતાના સાથીઓની સાથે દાંડીની તરફ કૂચ કરી હતી (જેને ગાંધીજીની દાંડી માર્ચ કહેવાય છે) તો આની પ્રેરણા તેમણે હજરત ઈમામ હુસૈન(અલૈ.) પાસેથી લીધી હતી.
કરબલા કુચ જ દાંડી-કુચની પ્રેરણા બની હતી. હજરત ઈમામ હુસૈન (અલૈ.)ને યજીદનો અન્યાયી કાયદો માનવાની મનાઈ કરી દિધી હતી અને મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજોના અન્યાયી કાયદાને નહોતો માન્યો. હજરત ઈમામ હુસૈન મહાત્મા ગાંધીના પ્રેરણાસ્ત્રોત હતાં.