હજના શબ્દોનો અર્થ

ગુરુવાર, 17 જાન્યુઆરી 2008 (14:28 IST)
W.DW.D

એહરામ- હજનો ખાસ સફેદ લિબાસ પહેરવો, હજની નિય્યત કરવી અને હજની દુઆ કરવી.

મીકાત- તે વિસ્તાર, જ્યાં પહોચીને હજ કરવાનો ઈહરામ બાંધે છે.

તબ્લિયહ- અહરામ બાંધ્યા બાદ હજ પૂર્ણ થાય ત્યાં સુધી ઉઠતાં-બેસતાં અને હજના અરકાન અદા કરતાં સમયે જે દુઆ પઢે છે તેને તબ્લિયહ કહે છે.

તહલીલ - લા ઈલાહ ઈલ્લલાહુ મુહમ્મર્દુરસૂલુલ્લાહ પઢના.

તવાફ - કાબા શરીફના ગિર્દ ચક્કર લગાવવાં.

વુકૂફ - અરફાત અને મુજ્દલ્ફા નામી જગ્યાએ થોડીક વાર રોકાવું.

રમી- જમરાની પાસે કાંકરીયા મારને રમી કહે છે.

તહલીક - માથાના વાળ મુંડાવા.

તકસીર - માથાના વાળ કપાવા કે નાના કરાવા.

ઉમરા- એહરામ બાંધીને કાબાનું તવાફ કરવું અને સફા મરવા નામની પહાડીયોની વચ્ચે દોડવું. ઉમરા હજના દિવસો સિવાય પણ કરે છે.

વેબદુનિયા પર વાંચો