ઈસ્લામ ધર્મની અંદર તહેવારના રૂપે બે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદુબલ ફિત્ર જેને મીઠી ઈદ કહેવાય છે અને બીજી છે બકરી ઈદ. આ ઈદને સામાન્ય માણસો બકરા ઈદ પણ કહે છે. કદાચ એટલા માટે કેમકે આ ઈદ પર બકરાની કુર્બાની આપવામાં આવે છે. આમ તો આ ઈદને ઈદુજ્જોહા અને ઈદે-અજહા પણ કહેવાય છે. આ ઈદનો ઉંડો સંબંધ કુર્બાની સાથે છે.
આ દિવસે ખાસ કરીને બકરાની કુર્બાની આપવામાં આવે છે. બકરો તંદુરસ્ત અને કોઈ પણ રોગ વિનાનો હોવો જોઈએ. એટલે કે તેના શરીરના બધા જ અંગો એવા હોવા જોઈએ જેવા ખુદાએ બનાવ્યાં છે. કુર્બાની આપવાની હોય તે જાનવરની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષની હોવી જોઈએ.
પોતાનો મજહબી ફરીજા સમજીને તેને કુર્બાન કરવો જોઈએ. જે ખાસ વાતોને ઉપર જણાવી છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આજકાલ આની અંદર ખોટી શાન અને દેખાડો થઈ રહ્યો છે. 15-20 હજારથી લઈને લાખ બે લાખમાં બકરો ખરીદવામાં આવી રહ્યો છે ત્યાર બાદ તેને આખા સમાજમાં ફેરવવામા આવે છે જેથી કરીને લોકો તેને જોઈને તેના માલિકના વખાણ કરે. આ દેખાડાની કુર્બાનીનો કોઈ જ અર્થ નથી. કુર્બાનીથી જેવો સવાબ એક સમાન્ય બકરાથી મળે છે તે જ એક મોંઘા બકરાથી પણ મળે છે. જો તમારી પાસે વધારે પૈસા હોય તો તમે એવા કામ કરો જેનાથી ગરીબોનું કલ્યાણ થાય.
અલ્લાહનું નામ લઈને જાનવરને કુર્બાન કરવામાં આવે છે. આ જ કુર્બાનીને ગોશ્ત અને હલાલ કહેવામાં આવે છે. આ ગોશ્તના ત્રણ બરાબર ભાગ કરવામાં આવે છે એક ભાગ પોતાને માટે, એક ગરીબો માટે અને એક મિત્રો-સ્નેહીજનો માટે. મીઠી ઈદ હોય તો સદકા અને જકાત આપવામાં આવે છે. તો આ ઈદ વખતે કુર્બાનીની ગોશ્તનો એક ભાગ ગરીબોમાં વહેચવામાં આવે છે. દરેક તહેવાર પર ગરીબોનું ધ્યાન જરૂર રાખવામાં આવે છે જેથી કરીને તેમને એવું ન થાય કે ખુદાએ તેમને ઓછુ આપ્યું છે.
આ ઈદ જેવી રીતે બધાને સાથે લઈને ચાલવાનો સંદેશ આપે છે તેવી જ રીતે માણસને ખુદાનું કહ્યું માનવાનો, અને સત્યના માર્ગ પર પોતાનું બધુ જ કુર્બાન કરવાનો પણ સંદેશ આપે છે. આજે આપણા દેશની જે હાલાત છે તેને જોતા કોઈએ કહ્યું છે-
દેશ કી ખાતિર મિટા દે અપની હસ્તી કો નદીમ આજ કે દીન હોગી કુર્બાની યહી સબસે અજીમ