તર્જુમા- હું ગવાહી આપુ છુ કે અલ્લાહ સિવાય કોઈ એબાતને લાયક નથી તે એકલો જ છે, તેનો કોઈ શરીક નથી અને હું ગવાહી આપુ છુ કે (હજરત ) મુહમ્મદ મુસ્ત ફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ઉસકે બંદે અને રસૂલ છે.
તર્જમા- અલ્લાહ તઆલા દરેક ઐબથી પાક છે અને તમામ શરીફ અલ્લાહ તઆલા માટે જ છે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇબાત માટે લાયક નથી અને અલ્લાહ તઆલા ખુબ જ મોટો છે અને તાકત તેમજ કુવ્વત આપનાર અલ્લાહ તઆલા જ છે જે મોટો આલીશાન અને બડી અજમતવાળો છે.
તર્જમા- અલ્લાહ આલા સિવાય કોઈ ઇબાને લાયક નથી તે એકલો જ છે, તેનું કોઈ શરીક નથી, તેની જ બાદશાહી છે અને તેના માટે જ બધી તારીફ છે. તે જ જીંદગી આપે છે અને તે જ મારે છે અને તે હમેશા-હમેશા માટે જીવતો છે જે કદાપિ મરશે નહીં. તે મોટોઅજ્મત અને બુજુર્ગીવાળો છે.
તર્જમા- હુ અલ્લાહથી માફી માંગુ છુ જે મારો પરવરદગાર છે. મે જાણી જોઈને કે ભુલથી જે કંઈ પણ ગુના કર્યા, છુપાઈને કે ખુલ્લેઆમ તો હુ તોબા કરૂ છું કે હુ તે ગુનાહોની માફી માંગુ છું. તુ જ જાણનારો છે છુપી વાતોનો અને તુ જ તેમને છુપાવનારો છે. અને તુ જ ગુનાહોને માફ કરનારો છે. સરુ કામ કરવાની કુવ્વત તારી તરફથી જ છે.
તર્જમા- હે અલ્લાહ! હુ તારી શરણ માંગું છું. તે વાતથી કે કોઈ ચીજને તારી શરીક બનાવું અને માંફી માંગુ છુ મારા તે ગુનાહોની જેની મને ઈલ્મ નથી. મે તે ગુનાહોથી તૌબા કરી અને બે-જાર થયો. કુફથી અને શિર્કથી અને ઝૂઠથી અને ગીબતથી અને બિદ્અતથી અને ચુગલીથી બેહયાઈથી કામોંથી અને તોહમત લગાવવાથી દરેક પ્રકારની ના-ફરમાનિયોંથી અને હુ માન લાવ્યો અને હું કહુ છુ કે અલ્લાહના સિવાય કોઈ મઅબૂ નથી. હજરત મુહમ્મદ મુસ્ત ફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ અલ્લાહ તઆલા કે રસૂલ હૈં