સોમથી રવિ - ક્યાં વારે શુ કરવુ..

જ્યોતિષ શાસ્ત્રમાં વાર અને તિથીનું અનોખુ મહત્વ છે. ક્યાં વાર અને કઈ તિથીએ ક્યું કર્મ કરવુ..તે જ્યોતિષ શાસ્ત્રમાં નિશ્ચીત છે. વાર અને તેના મહત્વ વિષે જ્યોતિષમાં ઘણુ ઉંડાણપૂર્વકનું સંશોધન થઈ ચુક્યુ છે. જેના અધ્યયન બાદ તારણ બહાર આવ્યુ હતુ કે, કાર્યોની સિદ્ધી માટે જુદાજુદા વારે વિવિધ કાર્યો કરવા જોઈએ.
 
સોમવાર - સોમવારે રોકાણ કરવુ લાભદાયી માનવામાં આવે છે. સોનુ, ચાંદી અથવા શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો સોમવારને પસંદ કરજો.

મંગળવાર - મંગળવારને બ્રમ્હચર્ચનો દિવસ માનવામાં આવે છે. મંગળવારને શક્તિ એકત્રીત કરવાનો દિવસ છે. જેથી મંગળવારે સેક્સ કરવાનુ ટાળવુ જોઈએ.

બુધવાર - બુધવારનો દિવસ ઓફિસ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ પોતાની ઓફિસમાં નવા કામની શરૃઆત કરે તો તેને અચૂક સફળતા સાંપડે છે

ગુરૃવાર - ગુરુવાર મુક્તિનો સંકેત આપે છે..જેથી ગુરુવારનાં રોજ વ્યસ્ન છોડવાનો નિર્ધાર કરવો જોઈએ. સિગરેટ, તમાકુ અથવા દારૃ જેવા વ્યસનને છોડવાનો નિર્ણય લેવો હોય તો તેનું અમલીકરણ ગુરૃવારથી શરૃ કરવુ જોઈએ.

શુક્રવાર - શુક્રવાર સેક્સ માટે સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે સેક્સની ઈચ્છાનું પ્રમાણ વધતુ હોવાનું માનવામાં આવે છે. જેથી શુક્રવારે સેક્સની વિશેષ અનુભુતિ પ્રાપ્ત કરી શકાશે.

શનિવાર - શનિવારને ક્ષમાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દારૃ અને માંસભક્ષણથી અંતર રાખવુ જોઈએ.

રવિવાર - રવિવાર ભોજન માટે સર્વોત્તમ દિવસ છે..પરંતુ, ગૃહિણીઓ માટે રવિવાર આળસનું પ્રતિક હોય છે. આ દિવસે ગૃહિણીને રસોડામાંથી મુક્તિ મળે તેવી ઈચ્છા તેના મનમાં હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર