વાલ્મીકિની જાતિ શુ હતી
મહર્ષિ વાલ્મીકિ મૂળ કવિ કહેવાય છે. આનો અર્થ એ છે કે તેઓ સંસ્કૃતના પ્રથમ મૂળ કવિ છે કારણ કે તેમણે રામાયણ લખી છે. રામાયણને સંસ્કૃત સાહિત્યિક પરંપરાનું પ્રથમ મહાકાવ્ય ગણાય છે. આ બધાની વચ્ચે મહર્ષિ વાલ્મીકિની જાતિને લઈન અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. કેટલાક લોકો તેમને બ્રાહ્મણ કહે છે તો કેટલાક લોકો તેમને દલિત માને છે. ભારતની અનુસૂચિત જાતિઓ પોતાને વાલ્મીકિના વંશજ માને છે. જો કે, ઘણા ગ્રંથોમાં તેમને બ્રાહ્મણ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
બ્રાહ્મણ કે દલિત
સ્કંદ પુરાણના નાગર ખંડમાં મહર્ષિ વાલ્મીકિ જાતિથી બ્રાહ્મણ જણાવેલ છે. પુરાણમાં લખ્યું છે કે તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમનું બાળપણનું નામ લોહજંઘા હતું. વાલ્મીકિ પોતાના માતા-પિતાને સમર્પિત હતા. આ સિવાય અલગ-અલગ ધાર્મિક પુસ્તકો મહર્ષિ વાલ્મીકિની જાતિને લઈને અલગ-અલગ દાવા કરે છે. આ અંગે ઈતિહાસકારોના પણ જુદા જુદા મંતવ્યો છે, તેથી આ આધારે વાલ્મીકિની જાતિ શોધવાનું મુશ્કેલ છે.