તમામ દિવસોનું પોતાનું મહત્વ હોય છે. જો દિવસના અનુસાર કામ કરો તો દેવી-દેવતાની કૃપા તમારા પર બની રહે છે. હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડાક જ સમયમાં તમારું નસીબ બદલાઇ શકે છે
શ્રીરામના ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઇ જાય છે. પૈસાથી જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે જાણો હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:
જાણો હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:
આ રીતે કરો નારિયેળનો ઉપાય : કોઇ પણ હનુમાન મંદિરમાં જાઓ, ત્યારે સાથે નારિયેળ લઇને જાઓ. મંદિરમાં નારિયેળે તમારા માંથા પરથી સાત વખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. શનિવારના હનુમાનજીના મંદિરમા 1 નારિયળ પર સાથિયો બનાવી અને હનુમાનજીને અર્પિત કરીને હનુમાનજીના ચાલીસાનો પાઠ કરો.
હનુમાનજીને સિંદુર ચઢાવો: - હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુ માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીરમાં સિંદૂર લગાવે છે. જે વ્યકિત મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.