હે દેવી, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનાર અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર, હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
મહાલક્ષ્મ્યષ્ટકં સ્તોત્રં ય: પઠેદ્ભક્તિ માન્નર:।
સર્વસિદ્ધિમવાપનેતિ રાજ્યં પ્રાપનેતિ સર્વદા॥9॥
જે મનુષ્ય ભક્તિયુક્ત આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો સદા પાઠ કરે છે, તે બધી સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.
એકકાલે પઠેન્નિત્યં મહાપાપવિનાશનમ્।
દ્વિકાલં ય: પઠેન્નિત્યં ધનધાન્યસમન્વિત:॥10॥
જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે, એના મોટા-મોટા પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે, એ ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે.
ત્રિકાલં ય: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્।
મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભ ॥11॥
જે પ્રતિદિન ત્રણે કાળમાં (પ્રાતઃ, મધ્યાહ્ન, સંધ્યા) પાઠ કરે છે તેના મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.