પક્ષીનો માળો
જો તમારા ઘરમાં પક્ષી આવીને માળો બનાવી દે તો સમજી જાવ કે તમારો સારો સમય જલ્દી શરૂ થવાનો છે. તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમારા ઘરમાં પક્ષીનો માળો બનાવવો આ વાતનુ પ્રતિક છે કે મા લક્ષ્મી ધન-ધાન્ય થી તમારો ખોળો ભરી દેશે. પક્ષી દ્વારા બનાવેલ માળાને તમારે તોડવો ન જોઈએ, આવુ કરવાથી તમારા જીવનમાં પરેશાનીઓ ઉભી થઈ શકે છે.
ઘુવડ દેખાવવુ
ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી, રાત્રે ઘુવડ જોવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને, સફેદ ઘુવડ જોવું અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે.
શંખનો અવાજ
જો તમને સવારે કે સાંજે વારંવાર શંખનો અવાજ સંભળાય છે, તો સમજી લો કે ખરાબ સમયનો અંત આવવાનો છે. શંખનો અવાજ સાંભળવો કે ક્યાંક ફૂંકાય તેવો અનુભવ થવો એ અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.