શુક્ર પ્રદોષ વ્રત મુહુર્ત
વૈશાખ મહિનના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત 25 એપ્રિલના રોજ સવારે 11.44 મિનિટ પર થશે. જેનુ સમાપન 26 એપ્રિલના રોજ સવારે 8 વાગીને 27 મિનિટ પર છે. તેથી 25 એપ્રિલના રોજ પ્રદોષ વ્રત કરવામાં આવી રહ્યુ છે.
- શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને ઘી અને ખાંડ ભેળવેલ સત્તુનો ભોગ લગાવો. .
- આઠ દિવા આઠ દિશાઓમાં પ્રગટાવો. તેનાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે.
શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ વસ્તુઓ
આ દિવસે ઘરે પારદનુ શિવલિંગ પણ લાવવુ જોઈએ. આ શિવલિંગ ચાંદી અને પારા ઘાતુથી નિર્મિત હોય છે. શાસ્ત્રોમા તેને ખૂબ જ પવિત્ર શિવલિંગનો દરજ્જો મળ્યો છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરમા પારદ શિવલિંગ સ્થાપિત હોય ત્યા સાક્ષાત ભોલેનાથ નિવાસ કરે છે. આ સ્થાન પર માતા લક્ષ્મીઅને કુબેરનો પણ વાસ હોય છે. તેમની કૃપાથી ધનની વૃદ્ધિ થાય છે.