Rath Saptami 2025: મંગળવારે કરવામાં આવશે રથ સપ્તમીનું વ્રત, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, મળશે સારું સ્વાસ્થ્ય

મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (00:25 IST)
Ratha Saptami 2025 Muhurat:  4 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે રથ સપ્તમીનું વ્રત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે  કે માઘ મહિનામાં ઘણી એવી તિથિઓ છે, જેનું શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ સ્થાન છે. માઘ શુક્લ પક્ષની સપ્તમી તિથિ તેમાંથી એક છે. આ તિથિ સૂર્ય દેવ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય દેવે પોતાના પ્રકાશથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું હતું. આ દિવસે સૂર્યદેવ સાત ઘોડાઓ દ્વારા ખેંચાયેલા રથ પર સવાર થઈને પ્રગટ થયા હતા. એટલા માટે માઘ શુક્લ પક્ષની સપ્તમીને રથ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. રથ સપ્તમી ઉપરાંત, તેને અચલા સપ્તમી, વિધાન સપ્તમી અને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઓરિસ્સામાં તેને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. રથ સપ્તમીના દિવસે, સૂર્યદેવની પૂજા મુખ્યત્વે સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે રથ સપ્તમીના દિવસે કયો શુભ મુહૂર્ત રહેશે.
 
રથ સપ્તમી શુભ મુહૂર્ત 2025
 
માઘ શુક્લ પક્ષની સપ્તમી તિથિ શરૂ થાય છે - 4 ફેબ્રુઆરી સવારે 4:37 વાગ્યે
માઘ શુક્લ પક્ષની સપ્તમી તિથિ સમાપ્ત થાય છે - 5 ફેબ્રુઆરી મધ્યરાત્રિ 2:30 વાગ્યે 
રથ સપ્તમીના દિવસે સૂર્યોદયનો સમય - સવારે 7.12 કલાકે
રથ સપ્તમી પર સૂર્યાસ્તનો સમય - સાંજે 6.49 કલાકે 
રથ સપ્તમી પર સ્નાનનો સમય - 4 ફેબ્રુઆરી સવારે 5.31 થી 7.12 સુધી
 
રથ સપ્તમીનું મહત્વ
 
રથ સપ્તમીના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા અને ઉપવાસ કરવાથી બધા પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રથ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી, વર્તમાન જન્મ અને પાછલા જન્મમાં કરેલા સાત પ્રકારના પાપો - જ્ઞાત, અજ્ઞાત, મૌખિક, શારીરિક, માનસિક - નાશ પામે છે. આ સાથે, રથ સપ્તમીનું વ્રત રાખનારા લોકોને સારું સ્વાસ્થ્ય મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર