Randal Mataji- રાંદલમાં ભગવાન વિશ્વકર્માના પુત્રી. સૂર્યનારાયણની પત્ની છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે. યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે.
રાંદલ માં ના લોટા તેડવાની વિધિ
ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે કોઈ દેવી રાંદલનાં બે લોટા તેડશે. તેમના ઘરમાં, સુખ, શાંતિ ને પ્રગતિ થશે. એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો. આમ રાંદલ છાયાના બે લોટા તેડવાની પરંપરા બની.
રાંદલનાં લોટા તેડવા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. ઘોડા ખુંદવાનો પણ રિવાજ છે. રાંદલનાં લોટા રવીવારે કે મંગલવારે જ તેડવામાં આવે છે. ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલનાં લોટા તેડવાની પ્રથા છે.
રાંદલમાના સ્થાપનમાં બાજોઠ પર તાંબાના બે લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાડાછડી વિટવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી,ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. પૂજા અર્ચના કરવામાં આવે છે .
રાંદલની પૂજા સમયે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે રાંદલનાં ગરબા ને ગીતો વામાં આવે છે. સાંજે પણ સંધ્યા સ્માએ માતાના ગરબા ગાવામાં આવે છે ને બીજે દિવસે સવારે કૂવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવામાં આવે છે.
દંત કથા
દંત કથા મુજબ વર્ષો પહેલા ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા . ત્યારે રાંદલ મા નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા માતાજીની કૃપાથી ખુબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો
લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી, રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી ઉછેરીને મોટી કરી હતી.
રાંદલમાના કૃપાથી અપંગ, આંધળા, કોઢીયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. જે રીતે સૂર્ય નારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે તે જ રીતે તેમના પત્ની રાંદલમા જગતની માતા ગણાય છે.