ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું.” “નરેશોમાં શ્રેષ્ઠ રાજન ! પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિનાભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્યાં જઇ પહોચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભુત થઇ ગયા. મુનિની આવી રવસ્થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું : બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.”