આમલકી એકાદશી વ્રત કથા
પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનુ એક નગર હતુ. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહેતા હતા. ત્યા રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યા કોઈપણ નાસ્તિક નહોતુ. ત્યાના રાજાનુ નામ ચૈતરથ હતુ રાજા ચૈતરથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો. તેના નગરમાં કોઈપણ વ્યક્તિ ગરીબ નહોતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનુ વ્રત કરતા હતા. એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યુ અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યા રાત્રિ જાગરણ કર્યુ. ત્યારે રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો. જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો. આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો. સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો અને તેને જમી લીધુ હતું. પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયુ.