ભગવાન ગણેશને જરૂર ચઢાવો આ ખાસ 4 વસ્તુઓ દૂર થશે બધી પરેશાનીઓ

મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:02 IST)
દર મહીને બે વાર ચતુર્થી તિથિ આવે છે પહેલી સંકષ્ટી ચતુર્થી અને બીજી વિનાયકી ચતુર્થી. કૃષ્ણપક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી કહે છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે
ભગવાન ગણેશને દૂર્વા ખૂબ પસંદ હોય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે તમારી બધી પરેશાનીઓને દૂર કરવા માટે આ દિવસે તેને દૂર્વા જરૂર અર્પિત કરવી જોઈએ. 
આજના દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો અને ભગવાનની સામે ઘીનો દીપક જરૂર પ્રગટાવો. આવું કરવાથી દરેક મનોકામના પૂરી હોય છે. 
જો તમારી ઉપર ઘણા દિવસોથી કોઈ સંકટ ચાલી રહ્યું છે અને બધી કોશિશ પછી પણ છુટકારો નહી મળી રહ્યું છે તો આ દિવસે આખી હળદરની ગાંઠ ભગવાનને ચઢાવવાથી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
ભગવાનને પ્રસાદના રૂપમાં મોતીચૂરના લાડું ચઢાવું જોઈએ તેનાથી ઘરમાં હમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર