સવારના સમયે દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો આ 5 વાતો, મળશે મનપસંદ જીવનસાથી અને ધન

મંગળવાર, 1 મે 2018 (00:33 IST)
સવારની પૂજાને સૌથી વધુ શુભ ફળ આપનારી માનવામાં આવી છે. સવારના સમયે કરવામાં આવેલી પૂજા પછી દિવસની શરૂઆત કરવી ખૂબ સારી માનવામાં આવે છે. 
 
આવો નિયમ કોઈ એક ધર્મમાં પણ બધા ધર્મોમા છે. જો સવાર સવારે દરેક કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, વાહેગુરૂ કે જીજસને યાદ કરે છે કે તેમના દર્શન કરે છે તો માનવામાં આવે છે કે તેનો આખો દિવસ ખુશી ખુશી વીતે છે. 
 
હવે વાત કરીએ હિન્દુ ધર્મની. તેમા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ અને સવારના સમયે મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમ છે.  જેના મુજબ જ કાર્ય કરવુ સંપૂર્ણ માનવામાં આવે છે. 
 
- જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈપણ દવાની અસર થઈ રહી નથી તો સવારના સમયે સૂર્ય દેવ કે પછી સૂર્યની તસ્વીર સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમે મનપસંદ જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો રાધા કૃષ્ણની જોડીવાળી ફોટો સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમને હંમેશા ભય લાગે છેકે પછી ભયાનક સપના આવે છે તો હનુમાનજીના પંચમુખી સ્વરૂપ કે ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- જો બિઝનેસમાં સતત ખોટ થઈ રહી છે કે પછી વેપારમાં કોઈ કારણે પૈસા ફંસાય છે તો કુબેરના ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- શનિવારના દિવસે સરસવનુ તેલ  કે દીવો અને ગુરૂવારના દિવસે ઘી અને અન્ય દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો. જો શક્ય ન હોય તો જે હાજર છે તેનો જ દીવો પ્રગટાવો.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર