બીજાઓની આ 6 વસ્તુઓનો ઉપયોગ ન કરો ,નહિ તો વધી જશે આર્થિક પરેશાની

શનિવાર, 16 એપ્રિલ 2016 (16:08 IST)
ધન સંપત્તિમાં વૃદ્ધિ કરવા કોણ નથી માંગતુ. તમે પણ આ ઈચ્છો છો પણ ઘણી વાર આપણે અજાણતા જ એવી  એવી ભૂલો કરીએ છે જેના કારણે આપણને તેનુ નુકશાન ભોગવવું પડે છે. જો તમે ઈચ્છો છો કે નુકશાન ભોગવવું ન પડે તો  કોશિશ કરો કે શંખ લિખિત સ્મૃતિમાં પારકાંઓની જે 6 વસ્તુઓ લેવાની ના પાડી છે એને માંગવાથી બચવું. 

જે માણસ બીજાનું  ધન રાખી લે છે એની પાસે લક્ષ્મી રોકાતી નથી. કારણકે બેઈમાની અને બીજાઓનું ધન ભોગવવાની  ઈચ્છા રાખતા લોકો પાસે ધર્મ રહેતો નથી અને જ્યાં ધર્મ રહેતો નથી ત્યાં  લક્ષ્મી રોકાતી નથી... 
શંખ સ્મૃતિમાં જણાવ્યુ  છે કે બીજાઓની પથારી(bed) પર ન ઉંઘવુ જોઈએ.  જે માણસ બીજાના બેડનો  ઉપયોગ કરે છે એના ઘરે લક્ષ્મી રોકાતી નથી.. 
બીજાના કપડા માંગીને એનો  ઉપયોગ ન કરવા જોઈએ. 
બીજાઓના ભોજનના ચક્કરમાં ન રહેવુ કારણ કે જે બીજાઓનું અન્ન ખાય છે તેઓ ધનની બાબતમાં દુ:ખી રહે છે.  સુદામાએ કૃષ્ણના ભાગનું અન્ન ખાધુ હતું જેનું પરિણામ એ રહ્યુ કે એમને ગરીબીમાં જીવવું પડ્યુ.  
બીજી સ્ત્રીની સાથે સંબંધ રાખવો  સંકટકારી હોવા ઉપરાંત ધન માટે પણ હાનિકારક હોય છે. 
car and bike
મિત્રતામાં ઘણા લોકો બીજાના વાહન માંગે છે આનાથી પણ ધન હાનિ થઈ શકે છે. 
હમેશા કોશિશ કરો કે પોતાના ઘરમાં રહો. બીજાના ઘરમાં મહેમાન બનીને રહેતા લોકો પાસે ક્યારેય પણ ધન એકત્ર થતુ નથી. 

વેબદુનિયા પર વાંચો