Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીનુ વ્રત દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે કરવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈ 2024ના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસથી જ ચતુર્માસની શરૂઆત થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ ચાર માસ માટે યોગ નિદ્રામાં પાતાળ લોક જતા રહે છે. ત્યા સુધી આ સુષ્ટિનુ સંચાલન ભગવાન શિવ કરે છે. દેવશયની એકાદશીનુ વ્રત કરવાથી જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સદા ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય બતાવ્યા છે.
- બિઝનેસ નો પ્રોગેસ કરવા
જો તમે વેપાર કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં તમને ખૂબ પ્રોફિટ થાય તો દેવશયની એકાદશીના દિવસે સ્નાન પછી સૂર્ય દેવતાને જળ અર્પિત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે કેટલાક સિક્કા મુકો અને પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મુકો. આમ કરવાથી તમને બિઝનેસમાં અપાર સફળતા મળશે.