શ્રી દત્ત જયંતી કથા - આજના દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપનો જન્મ થયો હતો
શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (10:09 IST)
માર્ગશીર્ષ પૂર્ણિમા છે 18 ડિસેમ્બર શનિવારે સવારે 7.24 વાગ્યા પછી શરૂ થશે. મૃગ નક્ષત્ર પર સાંજે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને
ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ એકરૂપ માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે. તે આ આજન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા
તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા. આ જ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખૂબ જ સફળ, સુખદાયી અને તરત જ ફળ આપનારી માનવામાં આવે છે. મન કર્મ અને વાણીથી કરવામાં આવેલ તેમની ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે.
એવુ કહેવાય છે કે ભગવાન ભોલેને સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળે છે. જ્યારે વૈદિક કર્મોના ધર્મનુ અને વર્ણ વ્યવસ્થાનો લોપ થયો. ત્યારે ભગવાન દત્તાત્રેયએ સૌનો પુનર્દ્ધાર કર્યો હતો.
હૈહયરાજ અર્જુને પોતાની સેવાઓથી તેમને પ્રસન્ન કરીને ચાર વર પ્રાપ્ત કર્યા હતા. પ્રથમ બળવાન, સત્યવાદી, મનસ્વી, આદોષદર્શી અને સહ ભુજાઓવાળા બનવાનુ, બીજુ જરાયુઝ અને અંડજ જીવોની સાથે સાથે સમસ્ત ચરાચર જગતનું શાસન કરવાના સામર્થ્યનુ, ત્રીજુ દેવતા, ઋષિયો, બ્રાહ્મણો વગેરેનુ યજન કરીને અને શત્રુઓનો સંહાર કરી મેળવવો અને ચોથો ઈહલોક, સ્વર્ગલોક અને પરલોક વિખ્યાત અનુપમ પુરૂષના હાથે માર્યા જવાનુ.
એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રત્ય પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી. તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યુ કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારુ સતીત્વ કશુ જ નથી.
ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને જણાવી અને તેમને કહ્યુ કે તેઓ અનુસૂયાના પતિવ્રત્યની પરીક્ષા લે. ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ બનાવીને અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં નહોતા. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માંગી અને એ પણ કહ્યુ કે તેમણે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે.
અનુસૂયા પહેલા તો આ સાંભળીને ચોંકી ગઈ. પણ પછી સાધુઓનુ અપમાન ન થાય એ વાતના ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને કહ્યુ કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના શિશુ થઈ જાય.
આવુ બોલતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યુ અને હિંચકામાં હિંચોવવા લાગી જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ન ફર્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યા આવીને બધી વાત બતાવી. ત્રણેય દેવીઓ અનૂસૂઈયા પાસે ગઈ અને ક્ષમા માંગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં લાવી દીધા.
પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યુ કે અમે ત્રણેય અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપે જન્મ લઈશુ.
ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. કાર્તવીર્ય અર્જુન (કૃતવીર્યનો જયેષ્ઠ પુત્ર) ના દ્વારા શ્રીદત્તાત્રેયએ લાખો વર્ષ સુધી લોક કલ્યાણ કરાવ્યુ હતુ. કૃતવીર્ય હૈહયરાજના મૃત્યુ ઉપરાંત તેમના પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવા પર ગર્ગ મુનિએ કહ્યુ હતુ કે તમારે શ્રીદત્તાત્રેયનો આશ્રય લેવો જોઈએ કારણ કે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે.
એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે.
ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનુ મંદિર છે. જ્યા સતત 7 અઠવાડિયા સુધી ગોળ મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારોને રોજગાર પ્રાપ્ત થાય છે.