આચાર્ય ચાણક્ય એક મહાન રાજનીતિક, અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ્ માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી સમસ્યાઓની નીતિ બતાવી છે. ચાણક્યની નીતિઓ આજે પણ લોકો અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે ચાણક્યની નીતિઓ અપનાવવી મુશ્કેલ છે, પરંતુ જેણે તેને અપનાવી લીધી તે ખુશ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મુશ્કેલ સમયમાં કામ આવનારી વસ્તુઓ બતાવી છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પાંચ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. આ વસ્તુઓ મુશ્કેલ સમયમા કામ આવે છે.