બુધવારે ભગવાન કુબેરની પૂજા કરી બોલો આ મંત્ર.. . ધન ધાન્યથી ભરી જશે ઘરનો ભંડાર

બુધવાર, 9 જાન્યુઆરી 2019 (13:43 IST)
ઘણો બધો પૈસો, સુખ શાંતિ અને ખુશી બધા લોકો ઈચ્છે છે. પણ ક્યારેક ક્યારે આપણા ભાગ્યમાં તે બધુ નથી હોતુ જે આપણે ઈચ્છીએ છીએ.  અનેકવાર આપણી ઈચ્છાઓ અધૂરી પણ રહી જાય છે.  આ બધાના અનેક કારણ હોય છે.  પણ તેના ઉપાય પણ જરૂર હોય ચ હે. ભગવાનની પૂજા પાઠ અને તેમની આરાધના તો આપણે કરીએ જ છીએ. પણ જો પૂજા યોગ્ય દિવસે કે ભગવાનને સમર્પ્તિક દિવસે કરવામાં આવે તો વધુ લાભકારી રહે છે.   આ સાથે જ જો તમને ધન સંબંધિત કોઈ પરેશાની છે તો તમે આ દિવસે ગણેશજીની સાથે સાથે કુબેરની પૂજા પણ કરો.  કારણ કે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે છે. તો કુબેર જી ધનના દેવતા છે. બુધવારના દિવસે તેમને  ખુશ કરવા માટે  પૂજા કર્યા પછી બે શબ્દ બોલવાથી કુબેર જલ્દી પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ કુબેરજી સામે કયો શબ્દ બોલવો જોઈએ. 
 
એવુ માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિને ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે તેને ક્યારેય પણ ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.  તેથી ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની સામે એક મંત્ર બોલવાથી પૈસા સાથે સંબંધિત પરેશાનીઓનો હલ થઈ જાય છે. આ મંત્રનુ વર્ણન રાવણ સંહિતામાં પણ મળે છે. પણ મંત્રનો જાપ તમને પૂર્ણ રૂપથી નિશ્ચલ થઈને જ કરવો પડશે.  આ માટે તમારે શુદ્ધ  થવુ જોઈએ અને તમારા મનમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. જોત અમે તમારા મનમાં છળ કપટ ક્રોધ લઈને જાપ કરશો તો આ તમારે માટે કોઈ ફળ પ્રાપ્ત્તિ નહી થાય. કારણ કે આ અવગુણોના હોવાથી આ મંત્ર કારગર સિદ્ધ થતો નથી. આવો જાણીએ કુબેર મંત્ર... 
 
ૐ યક્ષાય કુબેરાય વૈશ્નવાણાય, ધન ધાન્યધિપતયે 
ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા.. 
 
ધ્યાન રાખો કે જ્યારે પણ તમે આ મંત્રનો જાપ કરશો એ સમયે ધન લક્ષ્મી કોડીને તમારી પાસે મુકો. આ મંત્રનુ નિયમિત રૂપથી ત્રણ મહિના સુધી જાપ કરો અને ત્રણ મહિનાના જાપ પછી ધન લક્ષ્મી કૌડીને તમારી તિજોરીમાં મુકી દો. ઘરમાં પૈસાની તંગીથી છુટકારો જરૂર મળશે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર