શાસ્ત્રો મુજબ સ્ત્રીઓએ ન કરવા જોઈએ આ 7 કામ

શુક્રવાર, 21 જૂન 2019 (12:12 IST)
શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરૂષોને લઈને અનેક નિયમ બતાવ્યા છે. શાસ્ત્ર કહે છે કે કેટલાક કામ એવા છે જે મહિલાઓએ ન કરવા જોઈએ. આ કામ ફક્ત પુરૂષોને કરવા યોગ્ય કામ છે.  તેથી આજના જમાનામાં પણ જ્યારે મહિલાઓ પુરૂષો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે પણ આ 7 કામ એવા છે જેને તેઓ નથી કરતી. 
 
1. નારિયળ ફોડવુ  - નારિયળ વિશે એવુ કહેવાય છે કે આ લક્ષ્મી અને ઉર્વરાનુ પ્રતીક છે. તેથી શાસ્ત્રોમાં મહિલાઓ માટે નારિયળ ફોડવાની મનાઈ છે.  તમે જોયુ પણ હશે કે મંદિરોમાં અને બીજા શુભ કાર્યમાં ફક્ત પુરૂષ જ નારિયળ ફોડે છે મહિલાઓ નહી. જેની પાછળનુ તર્ક છે કે શ્રીફળ બીજ રૂપ છે. તેથી તેને ઉત્પાદન અર્થાત પ્રજનનનુ કારક માનવામાં આવે છે. શ્રીફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવ્યુ છે. સ્ત્રીઓ  બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે અને તેથી નારી માટે બીજ રૂપી નારિયળને ફોડવુ અશુભ માનવામાં આવ્યુ છે. દેવી-દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરૂષ જ શ્રીફળ વધેરે છે. 
 
2 બીજુ કામ છે જનેઉ ધારણ કરવી 
મહિલાઓ જનેઉ બનવી શકે છે પણ જનેઉ ધારણ કરવાનુ વિધાન ફક્ત પુરૂષો માટે છે. મહિલાઓનુ યજ્ઞોપવિત થતુ નથી. પરંતુ હવે બદલાયેલા નિયમો મુજબ મહિલાઓ પણ કેટલાક સ્થાનો પર જનેઉ ધારણ કરે છે. પણ તેમને કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.  જન્મ મરણના સૂતક પછી તેને બદલવાની પરંપરા છે. આ ઉપરાંત દરેક વખતે માસિક ધર્મ પછી પણ જનેઉ બદલી નાખવી જોઈએ. એવુ કહેવાય છે કે માસિક ધર્મ દરમિયાન જનેઉ અપવિત્ર થઈ જાય છે. તેથી તેને ધારણ ન કરવી જોઈએ. 
 
ત્રીજુ કામ છે મંત્રનો જાપ  - શાસ્ત્રો મુજબ  મહિલાઓએ ઓમ મંત્રનો જાપ ન કરવો જોઈએ. એવુ કહેવાય છે કે ઓમ મંત્રના જાપથી નાભિ ક્ષેત્ર પર દબાણ પડે છે. જે મહિલાઓ માટે સારુ નથી માનવામાં આવતુ. તેથી મહિલાઓએ મંત્ર જાપ કરતી વખતે ઓમ મંત્રને છોડીને સીદ હો મંત્રનો જાપ કરવો જોઈએ જેવુ કે ઓમ નમ શિવાયને બદલે નમ: શિવાય નો જ જાપ કરવો જોઈએ. 
 
4 ચોથુ કામ છે હનુમાનજીની કૃપા - હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરી શકે છે પણ મહિલાઓ માટે હનુમાનજીનો સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે. 
 
5. પાચમુ કામ છે ગાયત્રી મંત્રનો જાપ - ગાયત્રી મંત્રને શાપિત મંત્ર માનવામાં આવે છે. તેથી શાસ્ત્રો મુજબ ગાયત્રી મંત્રનો જાપ પણ મહિલાઓ માટે વર્જિત છે. પણ આજ કાલ મહિલાઓ પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા માંડી છે. જેની પાછળ ગાયત્રી પરિવારના સભ્ય કહે છે કે ગાયત્રી પરિવારના પ્રમુખ આચાર્ય શ્રી રામશર્માએ આ મંત્રને શાપ મુક્ત કરી દીધો છે. 
 
6. બલિ આપવી - શાસ્ત્રો મુજબ દેવીઓને બલિ ચઢાવવાનો નિયમ છે. પણ આ કામ ફક્ત પુરૂષ જ કરી શકે છે.   જેની પાછળનુ કારણ છે કે સ્ત્રી એ મમતાની મૂર્તિ છે. તે જન્મદાયિની છે. તેથી તેની અંદરની મમતા કાયમ રહેવી  જરૂરી છે. એવુ કહેવાય છે કે બલિ આપવાથી મનની કોમળતા નષ્ટ થઈ જાય છે તેથી સ્ત્રીઓ દ્વારા બલિ આપવી વર્જિત છે. 
 
7. આખુ સીતાફળ કે કોળુ કાપવુ  - એવુ કહેવાય છે કે સીતાફળ અને કોળુ સ્ત્રીઓએ ન કાપવુ જોઈએ.  તેને પહેલા પુરૂષ કાપે છે કે ફોડે છે ત્યારબાદ જ સ્ત્રીઓ તેને કાપી શકે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર