10 જાન્યુઆરીના રોજ 12 વાગીને 05 મિનિટ પર થયો હતો રામનો જન્મ - નવો ખુલાસો

શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (17:40 IST)
ભગવાન રામનો જન્મ ક્યારે થયો હતો ? આવો સવાલ પૂછાય તો દરેકનો જવાબ હશે રામ નવમીને દિવસે પણ જો તમને કહેવામાં આવે કે કઈ તારીખે થયો હતો તો ? આ સવાલના જવાબ આજ દિવસ સુધી કોઈ જણાવી શક્યુ નથી. પણ જો તમને કહેવામાં આવે કે ભગવાન રામનો જન્મ 5114 ઈસવીસન પૂર્વે 10 જાન્યુઆરીના રોજ 12 વાગીને 5મિનિટ થયો હતો તો શુ તમે સાચુ માનશો ? 
 
માનવામાં તો ન આવે પણ યૂનીક એક્ઝિબિશન ઓન કલ્ચરલ કંટિન્યૂટી ફોમ ઋગવેદ ટૂ રોબોટ્ક્ક્સ નામના નવી દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનમાં કંઈક આવી જ અદ્દભૂત વાત સામે આવી છે. આ પ્રદર્શની દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે મહાભારતનુ યુદ્ધ 3139 ઈસ્વીસન પૂર્વ 13 ઓક્ટોબરના રોજ શરૂ થયુ હતુ. અને 5076 ઈસ્વીસન પૂર્વ 12 સપ્ટેમ્બરના રોજ હનુમાનજી પહેલી વખત સીતાજીને અશોક વાટિકામાં મળ્યા હતા. 
 
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ કહ્યુ કે તેમનુ મંત્રાલય આવી સૂચનાઓને ધ્યાનમાં લેશે. શર્માએ કહ્યુ કે તેમણે એક્ઝિબિશનમાં દોઢ કલાક વીતાવ્યો. આ એક્ઝિબિશનમાં એવી ઘણી વાતો છે જે લોકોનું ધ્યાન ખેંચનારી છે.  

વેબદુનિયા પર વાંચો