નેનોને આપેલા પેકેજ અંગે સરકારનો ખુલાસો

વેબ દુનિયા

મંગળવાર, 20 જાન્યુઆરી 2009 (18:52 IST)
ગુજરાત સરકારે ટાટા મોટર્સનાં બહુ અપેક્ષિત નેનો પ્રોજેક્ટને આપેલ ઈન્ટેનસીવ ઓફર્સની જાહેરાત કરી છે. વિપક્ષની સતત માંગ આગળ ઝુકીને સરકારે ત્રણ મહિના બાદ આ ઓફર અંગે જાહેરમાં કબુલાત કરી છે. જેમાં સરકાર જમીન, વિજળી,પાણી થી લઈને લોન સુધી ટાટા મોટર્સને રાહત આપી છે.

સરકારે ટાટા મોટર્સને રાહત આપવા માટે જી.આર.માં પણ ઉલ્લેખ કર્યો છે. જે અંગે હજી સુધી પ્રજાને અંધારામાં રાખવામાં આવી હતી. ટાટા મોટર્સને ખુબ સસ્તા દરે જમીન આપવામાં આવી હતી. તે અંગે શરૂઆતમાં લોકોમાં રોષ પણ પ્રગટ્યો હતો.

સૌથી સસ્તી લોન
સરકારે એક ઉદ્યોગપતિ માટે સસ્તા દરની લોન આપી છે. જેમાં 0.1 ટકાનાં વ્યાજ દરથી રૂ.9500 કરોડની લોન આપી છે. જે તેણે આગામી 20 વર્ષમાં પરત કરવાની રહેશે.

નોકરીમાં સ્થાનિકોની અવગણના
રાજ્ય સરકારનાં નિયમ મુજબ કંપનીમાં 85 ટકા રોજગારી સ્થાનિક લોકો આપવી પડે છે. પણ ટાટાને નેનો પ્રોજેક્ટ માટે તેમાંથી છુટ આપવામાં આવી છે.

ટાઉનશીપ માટે જમીન
ટાટા મોટર્સને ફેક્ટરીની જેમ તેની ટાઉનશીપ બનાવવા માટે પણ 100 એકર જમીન આપવામાં આવી છે.

ખાસ વિજળી કનેક્શન
દુનિયાની સૌથી સસ્તી કાર બનાવવા માટે ટાટા મોટર્સને 200 કિલોવોટનો ડેડીકેટ પાવર ક્નેકશન આપવામં આવ્યું છે. તેમજ દરરોજ 14 હજાર ક્યુસેક પાણી આપવામાં આવશે.

રોકાણ 4 હજાર કરોડ
તેના બદલામાં ટાટા મોટર્સ કુલ મળીને ફ્ક્ત રૂ. 4000 કરોડનું રોકાણ કરશે.

સરકાર ધ્યાન રાખશે
આ સુવિદ્યાનો સદ્પયોગ થાય છે કે નહીં તે માટે સરકારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક કમીટિ બનાવી છે. જે તેનું ધ્યાન રાખશે.

વેબદુનિયા પર વાંચો